
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વર્ષ 2025-26ના ગુજરાત બજેટની જોગવાઈ અનુસાર રાજ્યના ધારાશાસ્ત્રી-વકીલોના વેલ્ફેર ફંડ માટે ₹5 કરોડની સહાયનો ચેક આજે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના પ્રેસિડેન્ટશ્રીને કાયદા મંત્રી ઋષિકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં અર્પણ કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, ન્યાયતંત્રના અભિન્ન અંગ સમાન વકીલો-ધારાશાસ્ત્રીઓની સુખાકારી જળવાઈ રહે તથા ગંભીર માંદગી કે મૃત્યુના કિસ્સામાં તેમના પરિવારને સમયસર આર્થિક સહયોગ મળે તે હેતુસર રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે બજેટમાં ₹5 કરોડ વકીલોના કલ્યાણ અર્થે ફાળવવા માટે ખાસ જોગવાઇ કરવામાં આવે છે.
Today 9 Sandesh News
