વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે વાંસદા કોર્ટ પરિસરમાં વૃક્ષારોપણ, આયુર્વેદિક રોપાઓનું વિતરણ અને જાગૃતિ રેલીનું તથા હરિત પર્યાવરણના નિર્માણ માટે સંકલ્પના કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવ્યું હતું.

વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે વાંસદા કોર્ટ પરિસરમાં વૃક્ષારોપણ, આયુર્વેદિક રોપાઓનું વિતરણ અને જાગૃતિ રેલીનું તથા હરિત પર્યાવરણના નિર્માણ માટે સંકલ્પના કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવ્યું

વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી નિમિત્તે તાલુકા કાનૂની સેવા સમિતિ, વાંસદા તથા વાંસદા વકીલ મંડળના સંયુક્ત ઉપક્રમે વાંસદા કોર્ટ પરિસરમાં વિવિધ પર્યાવરણલક્ષી કાર્યક્રમોનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમની શરૂઆત કોર્ટ કંપાઉન્ડ ખાતે વૃક્ષારોપણથી કરવામાં આવી હતી. ત્યારબાદ આમંત્રિત મહેમાનો તેમજ ઉપસ્થિત નાગરિકોને આયુર્વેદિક રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. પર્યાવરણ સંરક્ષણ અંગે જનજાગૃતિ ફેલાવવા માટે કોર્ટ પરિસરથી સરદારબાગ સુધી ભવ્ય જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સૌએ પર્યાવરણના સંરક્ષણ, વૃક્ષારોપણ અને હરિત પર્યાવરણના નિર્માણ માટે સંકલ્પ પણ લીધો હતો.

આ કાર્યક્રમમાં તાલુકા કાનૂની સેવા સમિતિના અધ્યક્ષ રશ્મિકાન્ત આર. બારીઆ , શ્રીમંત મહારાજા જયવિરેન્દ્રસિંહજી દિગ્વિરેન્દ્રસિંહજી, મદદનીશ સરકારી વકીલ જે.એમ.ઢોડીઆ , નાઝર કેતનભાઈ શાહ, કોર્ટ સ્ટાફ વાંસદા વકીલ મંડળના પ્રમુખ સંજયભાઈ પટેલ, મહિલા ધારાશાસ્ત્રી-ઉપપ્રમુખ અંજનાબેન ગાયકવાડ તથા સિનિયર ધારાશાસ્ત્રીઓ, પી.એ. સોલંકી, બી.એ. દસોંદી, આર.એન. ગાંધી, એમ.એસ.ભાવસાર, સહિત મોટી સંખ્યામાં વકીલમિત્રો તથા હોમગાર્ડ ભાવેશભાઇ ચૌધરી, પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

તદુપરાંત રેડક્રોસ સોસાયટી, JCI સંસ્થા, જલારામ સેવા ટ્રસ્ટ, પ્રતાપ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ, શિક્ષકગણ, વિદ્યાર્થીગણ, વાંસદા પોલીસ સ્ટાફ, વાંસદા ગ્રામ પંચાયતના સરપંચ તેમજ વિવિધ સ્થાનિક સંસ્થાઓના પ્રતિનિધિઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

કાર્યક્રમની સફળતામાં તાલુકા કાનૂની સેવા સમિતિના અધ્યક્ષ રશ્મિકાન્ત આર. બારીઆ ના માર્ગદર્શન અને નેતૃત્વનો મહત્વનો ફાળો રહ્યો હતો. વાંસદા વકીલ મંડળના ધારાશાસ્ત્રીઓ દ્વારા કોર્ટ પરિસરમાં પર્યાવરણ જાગૃતિના હેતુસર વિવિધ પ્રકારના રોપાઓના કુંડાઓનું દાન આપવામાં આવ્યું હતું.

આ ઉપરાંત વિરલ ફાર્મ એન્ડ નર્સરીના પ્રો. ગોવિંદભાઈ એમ. પટેલ દ્વારા તમામ વૃક્ષોના રોપાઓનું નિઃશુલ્ક દાન આપવામાં આવ્યું હતું તેમજ વાંસદા સામાજિક વનીકરણ વિભાગના આર.એફ.ઓ. દીપકભાઈ શાંતિલાલ હળપતિ દ્વારા જરૂરી ખાતર અને માટીની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેના કારણે કાર્યક્રમને સફળતા મળી હતી.

કાર્યક્રમના અંતે તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા તમામ દાતાશ્રીઓ, સહયોગી સંસ્થાઓ, મહેમાનો, અધિકારીઓ, વકીલમિત્રો તથા સેવાભાવી કાર્યકરોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને પર્યાવરણ સંરક્ષણ માટે સૌને સતત પ્રયત્નશીલ રહેવા અપીલ કરવામાં આવી હતી.

TODAY 9 SANDESH NEWS

અમિત મૈસુરીયા

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદા ઇન્ડિયન રેડ ક્રોસ દ્વારા પર્યાવરણ જાગૃતિ રેલીને લીલી ઝંડી બતાવી રેડ ક્રોસ શાખાના પ્રમુખ ગૌરાંગના કુમારી એ રેલી પ્રસ્થાન કરાવી.

વાંસદા ઇન્ડિયન રેડ ક્રોસ દ્વારા પર્યાવરણ જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું..ઇન્ડિયન રેડ ક્રોસ વાંસદા શાખા તથા જુનિયર રેડ ક્રોસ દ્વારા પર્યાવરણ જાગૃતિ અંગેની રેલી વાંસદા પ્રતાપ હાઈસ્કૂલથી વાંસદા મેઇન બજારમાં…

વાંસદા તાલુકાના નાની ભમતી ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ બિયારણ વૃદ્ધિ કેન્દ્રની લીધી મુલાકાત.

વાંસદા તાલુકાના નાની ભમતી ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ બિયારણ વૃદ્ધિ કેન્દ્રની લીધી મુલાકાત. બિયારણ કેન્દ્રમાં જીવામૃતનું ઉત્પાદન કરતી ગુરુકૃપા સખી મંડળની બહેનો સાથે રાજ્યપાલશ્રીએ સંવાદ સાધી પ્રાકૃતિક ખેતીના મુખ્ય આયામો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!