વાંસદા ઇન્ડિયન રેડ ક્રોસ દ્વારા પર્યાવરણ જાગૃતિ રેલીને લીલી ઝંડી બતાવી રેડ ક્રોસ શાખાના પ્રમુખ ગૌરાંગના કુમારી એ રેલી પ્રસ્થાન કરાવી.

વાંસદા ઇન્ડિયન રેડ ક્રોસ દ્વારા પર્યાવરણ જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું..ઇન્ડિયન રેડ ક્રોસ વાંસદા શાખા તથા જુનિયર રેડ ક્રોસ દ્વારા પર્યાવરણ જાગૃતિ અંગેની રેલી વાંસદા પ્રતાપ હાઈસ્કૂલથી વાંસદા મેઇન બજારમાં કાઢવામાં આવી. રેલીનું પ્રસ્થાન ઝંડી બતાવી રેડ ક્રોસ શાખાના પ્રમુખ ગૌરાંગના કુમારી દ્વારા કરવામાં આવ્યું. અને તેમના દ્વારા પર્યાવરણ જાગૃતિ અંગે માર્ગદર્શન વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું.

આ પ્રસંગે રેડ ક્રોસ સેક્રેટરી પ્રદ્યુમનસિંહ સોલંકી, ટ્રેઝરર હિનેશ ભાવસાર, કિશનભાઇ સેંગાર, ધર્મેન્દ્રસિંહ સોલંકી તથા પ્રતાપ હાઈસ્કૂલના આચાર્ય જયદીપસિંહ પરમાર તથા વાંસદા પોલીસ સ્ટેશનનો સ્ટાફ તેમજ હાઈસ્કૂલના શિક્ષકો-શિક્ષિકાઓ હાજર રહેલ. આ રેલીમાં 150 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લઈ પર્યાવરણ બચાવોના સૂત્રો ઉચ્ચાર સાથે વાંસદા નગરમાં રેલી ફરેલ.

TODAY 9 SANDESH NEWS

અમિત મૈસુરીયા

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે વાંસદા કોર્ટ પરિસરમાં વૃક્ષારોપણ, આયુર્વેદિક રોપાઓનું વિતરણ અને જાગૃતિ રેલીનું તથા હરિત પર્યાવરણના નિર્માણ માટે સંકલ્પના કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવ્યું હતું.

વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે વાંસદા કોર્ટ પરિસરમાં વૃક્ષારોપણ, આયુર્વેદિક રોપાઓનું વિતરણ અને જાગૃતિ રેલીનું તથા હરિત પર્યાવરણના નિર્માણ માટે સંકલ્પના કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવ્યું વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી નિમિત્તે તાલુકા…

વાંસદા તાલુકાના નાની ભમતી ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ બિયારણ વૃદ્ધિ કેન્દ્રની લીધી મુલાકાત.

વાંસદા તાલુકાના નાની ભમતી ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ બિયારણ વૃદ્ધિ કેન્દ્રની લીધી મુલાકાત. બિયારણ કેન્દ્રમાં જીવામૃતનું ઉત્પાદન કરતી ગુરુકૃપા સખી મંડળની બહેનો સાથે રાજ્યપાલશ્રીએ સંવાદ સાધી પ્રાકૃતિક ખેતીના મુખ્ય આયામો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!