બીલીમોરા : મન્નત કા રાજા ચેરિટેબલ ફાઉન્ડેશન, નવસારી દ્વારા અતિશય ભારે વરસાદી માહોલમાં પણ 120 થી વધુ યુનિટ રક્તદાન.

બીલીમોરા : મન્નત કા રાજા ચેરિટેબલ ફાઉન્ડેશન, રજી. નંબર A 752, નવસારી દ્વારા અતિશય ભારે વરસાદી માહોલમાં પણ 120 થી વધુ યુનિટ રક્તદાન માનવતાના હિતાર્થે સમર્પિત કરવામાં આવ્યું

મન્નત કા રાજા ગ્રુપ સદૈવ સેવાકીય પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહ્યું છે. જેમ કે કોરોના કાળ દરમ્યાન કરેલ વિભિન સેવાઓ, વરસાદી પૂરની સ્થિતિ ની સેવાઓ, બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ, સર્વ રોગ નિદાન કેમ્પ, વિનામૂલ્યે ચશ્મા વિતરણ તેમજ રાહતદરે નોટબુક વિતરણ જેવી સેવાઓનો સમાવેશ થાય છે. આ રક્તદાન શિબિરમાં નાનુભાઈ માવજીભાઈ પટેલ બ્લડ બેન્ક ના ડોકટરોની ટીમ ઉપસ્થિત રહી રક્ત એકત્રિત કર્યું હતું.

આ રક્તદાન શિબિરમાં રક્તદાતાઓનો ઉત્સાહ વધારવા માટે દેવદીપ ટ્રેડર્સ વાળા નટુભાઈ પટેલ તરફથી સૂકા મેવાની કીટ અને મન્નત કા રાજા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી છત્રી દરેક રક્તદાતાઓને ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. આ રક્તદાન શિબિર માં ગુજરાત ભાજપ બક્ષીપંચ મોરચા મહામંત્રી સનમભાઈ પટેલ, ગણદેવી તાલુકા ભાજપ પ્રમુખ શૈલેષ હળપતિ, પૂર્વ પ્રમુખ શાંતિલાલ પટેલ, બીલીમોરા શહેર ભાજપ પ્રમુખ નિરવ ટેલર, બીલીમોરા નગર પાલિકા પ્રમુખ મનિષભાઇ પટેલ, બીલીમોરા નગરપાલિકા કારોબારી ચેરમેન પ્રજ્ઞેશ પટેલ, તલોધ સરપંચ ડૉ નીલ દેસાઈ , બીલીમોરા મહિલા મોરચા પ્રમુખ શ્રીમતી ઉર્વશી પાટિલ , જિલ્લા પંચાયત સદસ્ય પરિમલભાઈ, તાલુકા પંચાયત સદસ્ય હર્ષિલભાઈ તેમજ દેવસર સરપંચ ચેતનાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

બીલીમોરા
: દિનેશ સોસા

TODAY 9 SANDESH NEWS

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદા જનસેવા સંઘ ટ્રસ્ટ નાનીભમતી મુકામે મફત આંખની તાપાસનો કેમ્પ યોજાયો.

જનસેવા સંઘ ટ્રસ્ટ નાનીભમતી મુકામે મફત આંખની તાપસનો કેમ્પ યોજાયો. મોજે. નાનીભમતી ભરતનાથ મહાદેવ (શંકરગીરી મહારાજ) મંદિરે મફત આંખની તપાસ તથા મફત ચશ્મા વિતરણ કેમ્પ યોજાયો. આ કેમ્પમાં ૨૧૫ જેટલા…

વાંસદા ના પીપલખેડમાં નિ:શુલ્ક આંખની તપાસ અને ચશ્મા વિતરણ કેમ્પ યોજાયો.

પીપલખેડમાં નિ:શુલ્ક આંખની તપાસ અને ચશ્મા વિતરણ કેમ્પ યોજાયો. વાંસદા-ડાંગ:- પીપલખેડ તા.વાંસદાજિ. નવસારીમાં શ્રી જનસેવા સંધ ટ્રસ્ટ નાની ભમતી વાંસદા અને ઈન્ડિયન રેસકોર્સ સો. વાંસદા શાખા આયોજીત આંખોની તપાસ તથા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!