કોટેજ હોસ્પિટલ વાંસદા દ્વારા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી તથા જેસીઆઈ વાંસદા રોયલના સહયોગ થી આજે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.

સબ ડિસ્ટ્રિક્ટ કોટેજ હોસ્પિટલ, વાંસદા

કોટેજ હોસ્પિટલ વાંસદા ખાતે રક્તદાન કેમ્પનું સફળ આયોજન

આ કેમ્પનું ઉદ્ઘાટન જય વીરેન્દ્રસિંહ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું હતું. કેમ્પ દરમિયાન કુલ 25 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું, જેનાથી અનેક જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર જીવદાયક મદદ મળી રહેશે. આ કેમ્પની શરૂઆત રેડક્રોસના ઉપપ્રમુખ ગૌરાંગનાકુમારી એ બ્લડ આપી શરૂઆત કરી હતી.

કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા મહાનુભાવો મુખ્ય RMO ડૉ. ભરતસાહેબ
ઈન્ચાર્જ સુપ્રીટેન્ડન્ટ ડૉ. મોહીની મેડમ
જેસીઆઈ વાંસદા રોયલના પ્રમુખ JFM મિતુલ ભાવસાર ,સેક્રેટરી જેસી સાગર,પાસ્ટ પ્રમુખ જેસી ધર્મેન્દ્રસિંહ, ટીનું કાકા, આશીષભાઈ,રેડક્રોસ સોસાયટીના સેક્રેટરી પ્રદ્યુમનસિંહ, ઉપપ્રમુખ ગૌરાગના કુમારી ,કિશનભાઈ, વિરલ વ્યાસ,હીનેશભાઈ, નટુકાકા પંચાલ અને વિશેષરૂપે નાયબ કલેક્ટર શ્રી ડી.આઈ. પટેલ ના નિવૃત્તિ દિવસે આ શુભ કાર્ય યોજાયું.
આ પ્રસંગે કોટેજ હોસ્પિટલના તમામ સ્ટાફના સજ્જડ સહકાર સાથે કાર્યક્રમ ખૂબ સુસંગત રીતે પાર પાડવામાં આવ્યો હતો.

આવા કાર્યક્રમો લોકોમાં રક્તદાન અંગે જાગૃતિ ફેલાવે છે અને સમાજમાં માનવતાની ભાવના મજબૂત કરે છે.
અંતે, આયોજકો દ્વારા તમામ રક્તદાતાઓ તથા સહયોગીઓનો હાર્દિક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ખાસ વાંસદા પ્રાંત અધિકારી ડી .આઇ. પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઇન્ડિયન રેડ ક્રોસના ઉપપ્રમુખ ગૌરાંગનાકુમારી એ જણાવ્યું કે આપણા વિભાગના સ્ત્રીવર્ગમાં રક્તદાન કેમ અંગે અવરનેશ લાવવાના પ્રયત્ન કરવા જરૂરી છે.

TODAY 9 SANDESH NEWS

અમિત મૈસુરીયા

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદા હનુમાનબારી ગામે જી.નવસારી શ્રી સર્વોદય રોહિત સમાજ સંસ્થા તરફથી વિદ્યાર્થીઓને વિનામૂલ્ય નોટબુક વિતરણ કરવામાં આવ્યું.

વાંસદા તાલુકામાં હનુમાનબારી ગામે શ્રી સર્વોદય રોહિત સમાજ જિલ્લા નવસારી સંસ્થા તરફથી વાંસદા મુકામે યોગેશભાઈ દેસાઈ ના ઘરે વિદ્યાર્થીઓને વિનામૂલ્ય નોટબુક વિતરણ કરવામાં આવ્યું. જેમાં કુલ 43 વિદ્યાર્થીઓને 490 નોટબુક…

વાંસદા જનસેવા સંઘ ટ્રસ્ટ નાનીભમતી મુકામે મફત આંખની તાપાસનો કેમ્પ યોજાયો.

જનસેવા સંઘ ટ્રસ્ટ નાનીભમતી મુકામે મફત આંખની તાપસનો કેમ્પ યોજાયો. મોજે. નાનીભમતી ભરતનાથ મહાદેવ (શંકરગીરી મહારાજ) મંદિરે મફત આંખની તપાસ તથા મફત ચશ્મા વિતરણ કેમ્પ યોજાયો. આ કેમ્પમાં ૨૧૫ જેટલા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!