
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કેન્દ્ર સરકારની નાણાંકીય યોજનાઓનો લાભ પાત્રતા ધરાવતા પ્રત્યેક લાભાર્થી સુધી પહોંચાડવાની નેમ સાથે જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાનનો નાણાં મંત્રી કનુભાઇ દેસાઈ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગાંધીનગરથી રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો હતો.
ભારત સરકારના નાણાં મંત્રાલય દ્વારા આ અભિયાન સમગ્ર દેશમાં તા.1 જુલાઈથી 30 સપ્ટેમ્બર સુધી ચલાવવામાં આવશે, જેમાં પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY), પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY), અટલ પેન્શન યોજના (APY), નવા જન-ધન ખાતા ખોલવા તથા હાલના જન-ધન ખાતાઓ માટે KYC પૂર્ણ કરવું, ડીજીટલ ફ્રોડ અવરનેસ જેવા વિષયોને આવરી લેવામાં આવશે.
મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે પ્રધાનમંત્રી વીમા સુરક્ષા યોજનાના લાભાર્થીઓને ₹2 લાખની મૃત્યુ સહાયના ચેક તેમજ જન-ધન યોજના પાસબુકનું વિતરણ કર્યું હતું.
અમિત મૈસુરીયા
TODAY 9 SANDESH NEWS
