
આજ રોજ સરકારી આયુર્વેદ દવાખાના વાંસદા ના સેવક કાંતિલાલ જીવણભાઈ પટેલ ની વય મર્યાદા ના કારણે સેવા પુર્ણ થતા દવાખાના ખાતે વિદાય સન્માન સમારોહ યોજવામાં આવ્યો.

સરકારી આયુર્વેદ દવાખાનુ વાંસદા 2010 થી શરૂ થયુ ત્યારથી સેવક તરીકે પ્રામાણિક અને નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવી હતી.તેમના મિલનસાર સ્વભાવ ના કારણે દર્દીઓ પણ વિદાય સન્માન સમારંભમા હાજરી આપી પોતાની લાગણી વ્યકત કરી હતી

.ડૉ.નયનાબેન પટેલ દ્વારા નારિયેળ આપી શાલ ઓઢાડી નિવૃત જીવન માટે સદૈવ તંદુરસ્ત, નિરોગી અને સુખમયજીવન માટે શુભેચ્છા પાઠવવામાં આવી. આ પ્રસંગે ડૉ. ચિરાગ ડોબરિયા, વાંસદા તાલુકા ના તમામ આયુર્વેદ દવાખાનાના સેવકો તથા તેમના કુટુંબના સહપરિવાર ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત રહેનાર તમામનો ડૉ. નયનાબેન પટેલ દ્વારા આભાર માનવામાં આવ્યો હતો.
TODAY 9 SANDESH NEWS
અમિત મૈસુરીયા
