
વાંસદા તાલુકાના લાકડબારી મુખ્ય પ્રાથમિક શાળા ખાતે વાંસદા તાલુકા પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો
શિક્ષણ તથા કન્યા કેળવણી ના શુભ આશય સાથે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ વર્ષ 2003 થી 2025 – 26 રાજ્યમાં શાળા પ્રવેશ મહોત્સવ કાર્યક્રમના શુભારંભ કરાવ્યા આ શૃંખલાના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં આજે શાળા પ્રવેશોત્સવ ઉજ્જવામાં આવતા આ કાર્યક્રમ ની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી શાળા ની બાળા ઓ એ પ્રાર્થના,સ્વાગત ગીત રજૂ શાળા માં પ્રવેશ મેળવેલ બાળકો ને પ્રાંત અધિકારી ના હસ્તે સ્કૂલ બેગ, નોટ બુક આપી બાળકોને પ્રોતસાહિત કર્યા
અને બાળકોને શાળામાં નિયમિત આવે સાથે સાથે એસ.એમ.સી કમિટીને પણ શાળાબાબતે બાળકોને નિયમિત આવે ગેરહાજર ન રહે એ બાબતે કહ્યું શાળાની અચૂક મુલાકાત લઈ બાળકોને ગેરહાજર ના રહે એની તકેદારી લેવાની પણ સૂચન કરવામાં આવ્યું હતું
હાલ ગામના નવ નિયુકત ચૂંટાયેલા સરપંચ અજયભાઈ આર.કુંવર જેઓએ શબોધન કરતા જણાવ્યું કે બાળક શાળા માં જ અભ્યાસ કરે એટલુજ નહિ પણ ઘરે બાળક પોતાના માં – બાપ પાસે પણ કેળવાય અને આપણા ગામના બાળકો ખાનગી શાળા માં ન જાય અને ગામની જ શાળા માં અભ્યાસ કરે અને એસ.એમ. સી સભ્યો ને પણ ધ્યાન દોરી શિક્ષણ નું મહત્વ સમાજના ઉત્થાન માં સહભાગી થવાની સમજ કેળવી હતી.
અંતમાં શાળા ના શિક્ષિકા મનીષા બેને દરેક ને સંકલ્પ લેવડાવ્યા હતા જે ટ્રાફિક નિયમ નો ભંગ નહિ કરીશું એમ સંકલ્પ લેવડાવ્યા હતા આ શાળાના કાર્યક્રમમાં શાળાના મુખ્ય શિક્ષક લાલજીભાઈ ગવળી અને સ્ટાફ તથા ગામના આગેવાનો ની મોટી સંખ્યા માં હાજર રહી આ કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.
અહેવાલ : અમ્રત ગાંવિત
TODAY 9 SANDESH NEWS
