
“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાયો
વાંસદા તાલુકાના શ્રી વાંસદા તાલુકા કેળવણી મંડળ ,વાંસદા સંચાલિત શ્રી પ્રતાપ હાઈસ્કૂલમાં તાલુકા વિકાસ અધિકારીના અધ્યક્ષ સ્થાને કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો.
શિક્ષણ તથા કન્યા કેળવણીના શુભ આશય સાથે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2003 થી રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો.

આ શૃંખલાના ભાગરૂપ આજથી વાંસદા તાલુકા સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં ‘શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ ૨૦૨૫-૨૬’ની ઉજવણી “આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે પ્રારંભ કરાયો છે.

આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી રાજેન્દ્ર સિંહ પરમારે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતાં શિક્ષણ નું મહત્વ સમાજના ઉત્થાનમા સહભાગી થવાની સમજ કેળવી હતી.
લોક સેવા ટ્રસ્ટ મોટી ભમતી ના ડો. ખારેજા દ્વારા 1000 જેટલી નોટબુક બાળકો ના અભ્યાસ માટે આ પ્રસંગે અપાઈ હતી . તેમજ સેવા અને શિક્ષણનું મહત્વ સમજાવ્યું હતું .સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના બાળકો દ્વારા કરવામાં આવ્યું હતું. શાળા ના આચાર્ય જયદિપસિંહ પરમારે આવકાર પ્રવચનથી ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કર્યા હતા . કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ પ્રાર્થના રજુ કરી મહેમાનોને મંત્રમુગ્ધ કર્યા હતા. તેમજ ટ્રાફિકના નિયમન અંગે પ્રતિજ્ઞા લીધી હતી.
વાંસદા પી.આઈ મેહુલભાઈ ગામીતે શાળાના વિદ્યાર્થીઓને શિક્ષણનું મહત્વ તથા પર્યાવરણ જાગૃતિ વિષય પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા . ધોરણ 9 ના કુલ 404 જેમાં 228 કન્યા અને176 કુમાર જયારે ધોરણ 11 માં 169 કન્યા અને 144 કુમાર એમ કુલ 313 વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવ્યા હતા .

આ પ્રસંગે વાંસદા તાલુકાના તાલુકા વિકાસ અધિકારી રાજેન્દ્ર સિંહ પરમાર , વાંસદાના . પી આઈ મેહુલભાઈ ગામીત , લાયઝર અધિકારી શૈલેષભાઈ માહલા , મંડળના પ્રમુખ , ઉપપ્રમુખ , મંત્રીઓ , ટ્રસ્ટીઓ , કારોબારી સભ્ય તથા કેમ્પસ ડાયરેકટર મહેન્દ્રસિંહ પરમાર પ્રાથમિક વિભાગ ના આચાર્ય સંદીપસિંહ પરમાર તથા શિક્ષકગણ , વાલીઓ, શાળા પરિવાર અને વિદ્યાર્થી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

અંતે આચાર્ય જયદિપસિંહ પરમારે આભાર વિધિ કરી કાર્યક્રમને પૂર્ણ કર્યા હતા . અંતે શાળા કેમ્પસ માં આમંત્રિત મહેમાનો દ્વારા એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું
TODAY 9 SANDESH NEWS
દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ –
રીપોર્ટ – અમિત મૈસુરીયા
