પંકજ મકવાણા – અમદાવાદ, ગાઝિયાબાદમાં ઘટિત એક ઘટના જેમાં ગોળી નહીં, સિસ્ટમ પર સવાલ RTI કાર્યકર્તા પર હુમલામાં કોર્ટના કર્મચારી, વકીલો સહિત 11 લોકો પર ગુનાહિત કાવતરાની FIR

જાહેર માહિતી માંગવી હવે ખતરના ઘેરામાં? ગોળીબાર કેસે ખુલ્લી પદવી આપે છે તંત્રના આંતરિક તાણાવાણાને
RTI કાર્યકર્તા અમિત કિશોર જૈન પર 16 જૂનના રોજ થયેલો ગોળીબાર હવે માત્ર ક્રાઇમ સ્ટોરી નથી રહ્યો. લિંક રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ પ્રમાણે, હુમલાખોર એક અજાણ્યો શખ્સ હતો, પણ નામજ સૂચિત ષડયંત્રમાં જિલ્લાના ન્યાયસંચાલન સાથે જોડાયેલા અધિકારીઓ, ED કોર્ટના કર્મચારી, નકલ વિભાગના કર્મચારી, ત્રણ વકીલો અને બે અન્ય વ્યક્તિઓનું નામ સીધું ખૂલ્યું છે.
આરોપીઓમાં જિલ્લા કોર્ટના AO સત્યેન્દ્ર વર્મા, ED કોર્ટના કર્મચારી, એડવોકેટ સુબોધ ત્યાગી, એડવોકેટ અભિષેક ત્યાગી, એડવોકેટ સગીર અલી, સતીશ કુમાર અને અનુરાગ ગર્ગનો સમાવેશ થાય છે. આરોપ મુજબ, અમિત જૈન વર્ષોથી કરોડો રૂપિયાની કરપ્શન તપાસના મુખ્ય RTI ફાઈલર અને સરકારી સાક્ષી તરીકે કામ કરતા હતા.
જૈને ફરિયાદમાં સ્પષ્ટ લખ્યું છે કે તેમની ઉપર હુમલો અગાઉથી ઘડાયેલા ષડયંત્રનો ભાગ છે અને ભવિષ્યમાં જો તેમના વિરુદ્ધ કોઈપણ જીવલેણ ઘટના થાય, તો તેમાં આ લોકોની સીધી જવાબદારી રહેશે.
પોલીસે IPC હેઠળ હત્યાનો પ્રયાસ (307), ગુનાહિત કાવતરું (120-B), ખોટી જુબાની (193) જેવી ગંભીર કલમો હેઠળ કેસ નોંધ્યો છે. તપાસ શરૂ થઈ ગઈ છે અને ડીસીપી ટ્રાન્સ હિંડોન નિમિષ પાટીલે જણાવ્યું છે કે દરેક આરોપની તટસ્થ અને તથ્યઆધારિત તપાસ થશે.
આ ઘટનાએ એક ગંભીર પ્રશ્ન ઊભો કર્યો છે. જ્યારે ન્યાય મંડળ સાથે સંકળાયેલા લોકોના નામ ખૂની કાવતરા સાથે જોડાય છે, ત્યારે શું કોઈ વ્યક્તિ ખરા અર્થમાં “જાહેર હિત માટે માહિતી માંગવા” સુરક્ષિત રહી શકે છે?
FIR-I.I.F.-I_31681048250205
સિસ્ટમમાં સત્ય ના અવાજ ને જાણે સાંભળવા માટે કોઈ તૈયાર જ નથી કે શુ? કોણ સાંભળવા તૈયાર એ જોવાનું રહયું.
TODAY 9 SANDESH NEWS

