
માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા દેશના પ્રથમ માનનીય સહકાર મંત્રી અમિતભાઈ શાહની પ્રેરણાથી ઉજવાઈ રહેલ આ વિશેષ વર્ષની ઉજવણીમાં સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમોના આયોજન માટેના એક્શન પ્લાનની સમીક્ષા આ બેઠકમાં હાથ ધરવામાં આવી હતી.

મુખ્યમંત્રીશ્રીએ સહકારી સંસ્થાઓ તથા પ્રજાજનોની સહભાગીતાથી એક્શન પ્લાન મુજબ વિવિધ કાર્યક્રમોના આયોજન થકી ‘કો-ઓપરેટિવ્ઝ બિલ્ડ અ બેટર વર્લ્ડ’ની થીમને સાચા અર્થમાં પરિપૂર્ણ કરી સહકારી ક્રાંતિના જન્મ સ્થળની ઓળખ ધરાવતા ગુજરાતને દેશ-દુનિયા સમક્ષ સહકારિતાનું પ્રેરણાદાયી દ્રષ્ટાંત બનાવવા માટે કાર્યરત રહેવા માર્ગદર્શન આપ્યું હતું.
આ બેઠક દરમિયાન આગામી તા.5-6 જુલાઈએ માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં દેશની પ્રથમ સહકાર યુનિવર્સિટી ત્રિભૂવન સહકારી યુનિવર્સીટીના આણંદ ખાતે ભૂમિપૂજન અને સહકાર સંવાદ સહિત સહકારિતા વર્ષ અંતર્ગત યોજાનારા વિવિધ કાર્યક્રમોના આયોજનને પણ આખરી ઓપ આપવામાં આવ્યો હતો.
TODAY 9 SANSESH NEWS
અમિત મૈસુરિયા
