વાસદા તાલુકા નું ગૌરવ આનંદ તપોવન નવતાડ ના યોગાચાર્ય ડૉ.શંકરભાઈ પટેલ અને ડાયરેક્ટર વૈશાલીબેન શાહ ડેલિગેટ તરીકે આયુષ એક્સ્પો માં દુબઇ પહોંચ્યા .

આનંદ તપોવન નવતાડ ના યોગાચાર્ય ડૉ.શંકરભાઈ પટેલ અને ડાયરેક્ટર વૈશાલીબેન શાહ ડેલિગેટ તરીકે આયુષ એક્સ્પો માં દુબઇ પહોંચ્યા .

ભારત સરકાર ના આયુષ મંત્રાલય ના સહયોગ થી વર્લ્ડ આયુર્વેદ ફાઉન્ડેશન અને સાયન્સ ઇન્ડીયા ફોરમ દુબઇ દ્વારા થર્ડ ઇન્ટરનેશનલ આયુષ કોન્ફરન્સ તારીખ ૧૫/૦૨ થી ૧૭/૦૨ સુધી વર્લ્ડ ટ્રેડ સેન્ટર દુબઇ માં યોજાઈ.

આ કોન્ફરન્સ માં આનંદ તપોવન નવતાડ ના આચાર્ય ડૉ . શંકરભાઈ પટેલ તથા ડાયરેક્ટર વૈશાલીબેન શાહ ને ભારતીય ડેલિગેટ તરીકે નિમંત્રણ મળતા ત્રણ દિવસ આ કોન્ફરન્સ માં સક્રિય ભાગ લીધો હતો. કોન્ફરન્સ નું ઉદ્ઘાટન માનનીય પ્રતાપરાવ જાધવ, આયુષ મિનિસ્ટર અને હિઝ હાયનેસ શેખ અને પ્રેસિડેન્ટ યુનાઇટેડ આરબ અમીરાત દ્વારા થયું હતું. ખ્યાતનામ આયુર્વેદ અને વેલનેસ સેવા આપતી સંસ્થાઓ દ્વારા વિવિધ સેવા અને દવાઓનું પ્રદર્શન મુખ્ય આકર્ષણ રહ્યું હતું.

આનંદ તપોવન ના પ્રતિનિધિ તરીકે ડૉ. શંકરભાઈ અને વૈશાલી શાહ દ્વારા દુબઇ ખાતે ભારતના આયુષ મંત્રાલય ને માહિતગાર કરવામાં આવ્યા હતા. યોગ અને આયુર્વેદ દ્વારા વેલનેસ અંગે ની જાણકારી અનેક સસ્થાઓને આપવામાં આવી હતી.

સમગ્ર ગુજરાત માંથી પ્રમુખ સંસ્થા તરીકે આનંદ તપોવન દ્વારા ભાગ લઈ ગુજરાતને ખાસ કરીને દક્ષિણ ગુજરાત નું ગૌરવ આનંદ તપોવને વધાર્યું છે.

TODAY 9 SANDESH NEWS

અમિત મૈસુરીયા

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાસદા તાલુકા નો કેવડીનો યુવાન અર્પણ ચવધરી -પર્વતારોહણ માં ગુજરાત નું ગૌરવ વધાર્યુ.

વાસદા તાલુકા નો કેવડીનો યુવાન અર્પણ ચવધરી -પર્વતારોહણ માં ગુજરાત નું ગૌરવ વધાર્યુ. પર્વતારોહણ માં ગુજરાત નું ગૌરવ દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લા કેવડીનો યુવાન અર્પણ ચવધરી રાજપીપળાની સી.પી. ડિગ્રી કોલેજમાં…

વાંસદા તાલુકાના મોટીભમતી ગામનું ગૌરવ શ્રી સી.પી. ડીગ્રી કોલેજ રાજપીપળા નર્મદા ના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. વિજયભાઈ ડી. પટેલ ને બે સ્ટાર લેફ્ટેનન્ટ (Lt.) નો ગૌરવમય દરજ્જો અપાયો.

વાંસદા તાલુકાના મોટીભમતી ગામનું ગૌરવ વાંસદા, નવસારી જિલ્લાના મોટી ભમતી ગામનું યુવા ધન ડૉ.વિજયભાઈ દેવલભાઈ ની આર્મી ઓફિસર ટ્રેનિંગ એકેડમી કામ્પ્ટી નાગપુર, મહારાષ્ટ્ર ખાતે OTA , માં PRCN તાલીમ કોલેજમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!