હનુમાનબારી પ્રાથમિક શાળામાં 21 જુને યોગ દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં શાળાના બાળકો શિક્ષકગણ અને વાલીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.
આજના શુભ દિવસની શરૂઆત પ્રભુને પ્રાર્થનાથી કરવામાં આવી ત્યારબાદ સૌએ વોર્મ અપ કરી યોગ કર્યા જેમાં વિવિધ આસનો, પ્રાણાયામ તથા ધ્યાન કરી યોગ દિવસની ઉજવણી કરી.

આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત સદસ્યશ્રી યોગેશભાઈ દેસાઇ, ગામના સરપંચશ્રી રાકેશભાઈ ગામના તલાટી કમ મંત્રીશ્રી વિમલભાઈ, ડેપ્યુટી સરપંચ શ્રીમતી ધર્મિષ્ઠાબેન, એસએમસીના સભ્યો શાળાના શિક્ષકઞણ આંગણવાડીના કાર્યકરો એ પણ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો અને આ કાર્યક્રમને દિપાવ્યો હતો
TODAY 9 SANDESH NEWS
દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ
અમિત મૈસુરીયા
