
માન્ય મુખ્ય જિલ્લા અધિકારી ડૉ. રંગૂનવાલા સર,અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. મયંક સર ,જિલ્લા RCH અધિકારી ડૉ. રાજેશ સર, જિલ્લા ક્ષય અધિકારી ડૉ. પિનાકીન સર, જિલ્લા રોગચાળા અધિકારી શ્રી ડૉ.ભાવેશ સર,તથા તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.અંજના મેડમના માર્ગદર્શન હેઠળ આજ રોજ બીલીમોરા અર્બન હેલ્થ સેન્ટર ખાતે વિશ્વ વસ્તી પખવાડીયુ હેઠળ ROTARY CLUB OF BILIMORA દ્વારા હાઈ રિસ્ક સગર્ભા 20 જેટલી બહેનોને પોષણકીટ (મગ ચણા,ગોળ,ખજુર વગેરે) આપવામાં આવેલ
આ પ્રોગ્રામમાં નગરપાલિકા પ્રમુખ મનીષભાઈ,ROTARY CLUB OF BILIMORA ના પ્રમુખ નિમિતાબેન,વૈશાલીબેન તથા અર્બન હેલ્થ સેન્ટરના ડૉ.રાજેન્દ્ર એમ ગઢવી હાજર રહ્યા હતા
આ તબક્કે ડૉ.રાજેન્દ્ર એમ ગઢવીએ ઉપસ્થિત તમામ સગર્ભા બહેનો, લાયક કપલોને વિશ્વ વસ્તી કાર્યક્રમ અંતર્ગત માહિતી કર્યા હતા તથા કાયમી અને બિન કાયમી પદ્ધતિ વિશે સંપૂર્ણ જાણકારી પૂરી પાડી હતી આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરનાર બીલીમોરા અર્બન હેલ્થ સેન્ટરના FHW ,MPHW અને આશાનો આ તબક્કે ડૉ.રાજેન્દ્ર ગઢવીએ આભાર માન્યો હતો.
TODAY 9SANDESH NEWS
દિનેશ સોસા
