
૨૧મી જૂન, ૨૦૨૫ના રોજ વિશ્વ યોગ દિવસ નિમિત્તે વાંસદા તાલુકાની રૂપવેલ બુનિયાદી શાળામાં યોગ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ભારતીય જનતા પાર્ટીના વાસદા તાલુકાના મહામંત્રી પ્રકાશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
શાળાના આચાર્ય શિક્ષિકાવર્ગ, તેમજ એસ.એમ.સી અધ્યક્ષ ઇલિયસભાઈ પટેલ સહીતે તમામ વિદ્યાર્થીગણ અને ગામના આગેવાનો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
પ્રકાશભાઈ પટેલે યોગના મહત્વ વિષે વક્તવ્ય આપતાં જણાવ્યું કે, “યોગ એ પ્રાચીન ભારતીય પરંપરાનું અમૂલ્ય દાન છે, જે માત્ર શારીરિક જ નહિ l પરંતુ માનસિક શાંતિ અને આત્મસંતુલન માટે પણ અગત્યનું છે.”
આ કાર્યક્રમમાં બાળકો દ્વારા વિવિધ યોગાસનો રજૂ કરવામાં આવ્યા અને યોગ તાલીમ આપતા શિક્ષકોએ યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું
આ પ્રસંગે તમામે યોગને દૈનિક જીવનનો અભિન્ન ભાગ બનાવવાનો સંકલ્પ લીધો
TODAY 9 SANDESH NEWS
અમિત મૈસુરીયા
