
ભારત સેવાશ્રમ સંઘ ગગપુર સંચાલીત શ્રીયમ એમ પી કાપડિયા વિદ્યામંદિર ગંગપૂર ખાતે ધોરણ કેજી બાલવાટિકા ધોરણ 1 તેમજ ધોરણ 9 અને 11 માં નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનો પ્રવેશોત્સવ ઊજવામાં આવ્યો હતો

આ પ્રસંગે અમદાવાદ થી રાહી ફાઉન્ડેશન ના પ્રણેતા જયેશ પરીખ તેમજ તેમના ધર્મપત્ની સંસ્થાના મુખ્ય દાતા મુંબઈ થી ચંદ્રકાંત જાદવ તેમજ ગણદેવી થી ચંદ્રકાંતભાઈ તેમજ રાગિણીબેન નવસારી થી ધર્મેશ કાપડિયા તેમજ રવિભાઈ ખત્રી તેમજ મુંબઈ થી કેતનભાઈ ઉપાધ્યાય એડવોકેટ મુંબઈ હાઈ કોર્ટ તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના શ્રી હિતેશ ભંડારી ઉપસ્થિત રહ્યાં હતાં દાતા શ્રી દ્વારા વિધાર્થી મિત્રોને ટેક્ષબુક તેમજ નોટબુક તેમજ બોલપેન તથા શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી તેમજ નીતિનભાઈ શાહ યુ. એસ. એ. તેમના માતા પિતાના સ્મરણાર્થે શાળાને કુલ 3 ડિજિટલ બોર્ડ એનાયત કરવામાં આવ્યા હતાં તેમજ દાતાશ્રી ચંદ્રકાંત જાદવ થકી શાળાને સાઉન્ડ ક્લાસ રૂમ સ્પીકર સિસ્ટમ તેમજ એક ઓફિસ કોમ્યુટર આપવામ આવ્યું હતું તેમજ શાળાના ધોરણ 10 અને 12ના પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમે આવનારને શીલ્ડ તેમજ પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું

આ પ્રસંગે સંસ્થાના મંત્રી સ્વામી શ્રી વિશ્વારૂપાનંદજી મહારાજે આશીર્વાદ આપ્યા હતા તેમજ સંસ્થાના પ્રોજેક્ટ કો ઓર્ડીનેટર શ્રી નિમિષ વ્યાસ ખાસ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતાં શાળાના ડાયરેક્ટર શ્રી કિશોર પટેલ તેમજ સંસ્થાના શ્રી ભાવેશભાઈ પટેલ રાજુભાઈ તેમજ શાળાના આચાર્ય શ્રી મણિલાલ પટેલ તેમજ પ્રાથમિક શાળા ના આચાર્ય શ્રી હિમ્મત ચૌહાણ એ સંસ્થા વતી તમામનો આભાર માન્યો હતો
અમિત મૈસુરીયા
