આ સમર કેમ્પમાં 100 જેટલા બાળકો ને યોગ ની બુક અને યોગાસન વાળી ચિત્રપોથી આપવામાં આવી હતી અને ગીતાના શ્લોક, યોગાસનો પ્રાણાયામ માઈન્ડ ગેમ વિસરતી જતી પરંપરાગત રમત શીખવાડવામાં આવેલ હતું
ડોક્ટર પ્રકાશભાઈ ચૌહાણ દ્વારા બાળકોને પરંપરાગત જીવનશૈલી અને આહાર વિશે જ્ઞાન આપ્યું બધા બાળકો પાસે દાતણ મંગાવી દાતણ કરાવ્યું. કેમ્પ દરમ્યાન ડ્રોઈંગ કોમ્પીટીશન સલાડ ડેકોરેશન કોમ્પિટિશન, પ્લાસ્ટિક વિરોધ,સેવ વોટર, પર્યાવરણ રિલેટેડ વેશભૂષા કરી રેલી કાઢી કાર્યક્રમ કર્યો હતો,
બાળકો પાસે વૃક્ષારોપણ કરાવ્યું, પોતાની પાસે રહેલા વધારાના કપડા બાળકોએ દાન કર્યા, માતૃ પિતૃ પૂજન દ્વારા બાળકોમાં સંસ્કાર નું સિંચન કરાવ્યું, દાતાશ્રી ભાવનાબેન પટેલ તરફથી કલર બોક્ષ, વિભાબેન ગુપ્તા અને તેમના સાધકો દ્વારા પેન્સિલ રબર સંચો સ્કેલ, સંચાલક જ્યોત્સનાબેન અને તેમના સાધકો દ્વારા કંપાસ બોક્સ, બીનાબેન મહેતા તરફથી ડ્રોઈંગ કાગળ, ગાયત્રીબેન તલાટી તરફ સ્કેચ પેન, આ કેમ્પ દરમિયાન મુખ્ય મહેમાન DYDO અંજુબેન પરમાર, DSDO અલ્પેશભાઈ પટેલ, નાયબ મામલતદાર શીતલબેન, BVKM ના ચેરમેન ભરતભાઈ અમીન, મોટી દેવસરના સરપંચ ચેતના બેન, મેકઅપ સ્ટુડિયો ચલાવતા રાધિકા બેન મહેમાન તરીકે પધારેલ હતા.
સમગ્ર કાર્યક્રમના માર્ગદર્શક એવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઝોન કોડીનેટર પ્રીતિબેન પાંડે નવસારી જિલ્લા કોર્ડીનેટર ગાયત્રીબેન તલાટીના અધ્યક્ષતામાં આ સમગ્ર કાર્યક્રમનું આયોજન સંચાલક જ્યોત્સનાનબેન સોલંકી, સહ સંચાલક ભાવનાબેન પટેલ અને કિન્નરીબેન ટંડેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
સેવાકીય ભાવ સાથે કેમ્પમાં યોગ નિષ્ણાત એવા ટ્રેનર વિનીતાબેન ગુપ્તા અને છાયાબેન રાઠોડ એ નિઃશુલ્ક સેવા આપી હતી
રીપોર્ટ – દીનેશ સોસા
TODAY 9 SANDESH NEWS
ચીફ એડિટર- અમિત મૈસુરીયા