વલસાડ જિલ્લા માં ભૂમાફિયા ના પાપે લોકો પરેશાન . ઠેરઠેર ગેરકાયદેસર થતાં ખોદકામ સામે તંત્ર ના આંખ આડા કાન

‌ મળતી માહિતી મુજબ પારડી તાલુકામાં આસમા ગામમાં લગભગ 30 વર્ષ જુનું તળાવ ના ખોદકામ બાબતે ગામજનો માં નારાજગી

અધિકારીઓ ને લેખિત તથા મૌખિક રજૂઆત કરવા છતાં સમસ્યા યથાવત .

કોઈ અધિકારી સ્થળ તપાસ માટે આવ્યા નથી.આસમા ગામે તળાવમાં ખોદકામ અને પાણીનો નિકાલ કરવાથી ગ્રામજનો વિફર્યા . ગ્રામજનોને પાણીની સમસ્યા ભર ઉનાળે ઊભી થઈ સાથે હાલાકીનો સામનો કરવા લોકો મજબૂર બન્યા છે તળાવમાં પાણી ન હોવાથી ખેતી ના પાકને મોટું નુકસાન થવાની શક્યતા સાથે ઢોર ને પીવાના પાણીના ફાંફાં સાથે આજુબાજુના બોરના પાણીના જળસ્તર નીચા થવા જેવી અનેક તકલીફો નો સામનો કરી રહ્યા છે.

ગ્રામજનોનું કહેવું છે કે ખાલી તળાવમાં પાણી ભરાય અને જુનો ઠરાવ રદ કરી નવો ઠરાવ થવો જોઈએ ,જેવી માંગ ઉઠવા પામી છે. હવે જોવાનું એ રહ્યું કે ભર ઉનાળે. તળાવ માં પાણી ભરશે કોણ ? અને ખેડૂતો ની સમસ્યા દૂર કરશે કોણ ? કે પછી ગામજનો નો તળાવ ખોદકામ બાબતે વિરોધ યથાવત રહેશે.

અમિત મૈસુરીયા-

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

ચીખલીના ફડવેલ મુખ્ય માર્ગ થી પિંજાર ફળીયા થઇ સોનારિયા જોડતો રસ્તો ૧૩ વરસે પણ ના બનતાં પ્રજા ત્રાહીમામ પોકારી.

ચીખલીના ફડવેલ મુખ્ય માર્ગ થી પિંજાર ફળીયા થઇ સોનારિયા જોડતો રસ્તો ૧૩ વરસે પણ ના બનતાં પ્રજા ત્રાહીમામ. બની બેઠેલા સ્થાનીક રાજકીય નેતા ઓ રસ્તો મંજૂર થઇ ગયો છે બની…

ચીખલી તાલુકાના ફડવેલ વાડી ફળિયા થી શામળા દેવ ફળીયા થઇ કણભઈ ભવાની ફળીયા ને જોડતો રસ્તો ખખડ ધજ બનતા વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠયા.

ફડવેલ વાડી ફળિયા થી શામળા દેવ ફળીયા થઇ કણભઈ ભવાની ફળીયા ને જોડતો રસ્તો ખખડ ધજ બનતા વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠયા. અંદાજે 3 કિ.મી.જેટલો રસ્તો સાંકડો હોવાથી રાહદારીઓ માટે પણ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!