વાંસદા થી ઉનાઈ સુધીના વાપી શામળાજી હાઇવેના ખાડાનું સમારકામ યુદ્ધના ધોરણે શરૂ તો થયું, સાંસદ ધવલભાઈ પટેલ આ રસ્તાના ખાડા ની ચકાસણી કરશે! કે કેમ?

– વાપી-શામળાજી હાઈવેની દુર્દશાને લઈ ધવલ પટેલે એન.એચ.આઈના વડાને આડેહાથ લીધાવાપી-શામળાજી હાઇવે પર દર વર્ષની જેમ આ વર્ષે પણ વરસાદની શરૂવાતે મસમોટા ખાડાઓ પડવાને લઈ અનેક વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો જેને લઈ અનેક જાગૃત નાગરિકો દ્વારા વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલને ટેલિફોનિક અને રૂબરૂ રજુવાત કરી આ બાબત થી સાંસદ ને વાકેફ કરવામાં આવતા સાંસદ ધવલભાઈ પટેલ દ્વારા હાઇવે ઓથોરીટીના એન.એચ.આઈના ગુજરાતના વડાને બેદરકારી દાખવવા તેમજ પ્રિમોન્સૂન કામગીરી કરવામાં પણ બેદરકારી રાખનાર અધિકારીઓને આ બાબતે આડેહાથ લીધા હતા તેમજ સ્પષ્ટ સૂચના આપી તાત્કાલિક ધોરણે વરસાદ ચાલુ હોવા છતાં ઉનાઈ થી લઈ વાંસદા,ધરમપુર સુધી ઠેકઠેકાણે પડેલા ખાડાઓ તેમજ જર્જરિત રસ્તાઓમાં જી.એસબી નાખી રસ્તાઓ રિપેર કરવાની સૂચના આપી હતીતેમજ વરસાદ જેવો વિરામ લે એટલે તરત ઉનાઈ થી ધરમપુર સુધી રસ્તાની મજબૂત કામગીરી કરવામાં આવે તેમજ હાલમાં પડેલા ખાડોની મરામત કરી વાહન ચાલકોને પડતી મુશ્કેલીને લઈ અધિકારીઓને ખડેપગે રહેવાની પણ સ્પષ્ટ સૂચના આપી હતીજેને લઈ હાલમાં હાઇવે ઓથોરિટીના અધિકારીઓમાં દોડધામ મચી જવા પામી છે અધિકારીઓ દ્વારા દર વર્ષે પડતા ખડાઓને લઈ કાયમી નિરાકરણ કરવામાં આવતું ન હોવાને લઇ તેમજ ચોમાસા પૂર્વે પ્રિમોન્સૂન કામગીરી કરવામાં પણ અધિકારીઓ પોતાની આડસ નથી ખંખેરતા જેને લઈ દર વર્ષે અનેક નિર્દોષ વાહન ચાલકો ભોગ બનતા હોય છેજેમાં આ વર્ષે ચોમાસાની શરૂવાતે લગભગ પાંચ જેટલા અકસ્માતો અને દસ થી વધુ દ્રીચક્રી વાહન ચાલકો પટકાયા હોવાની માહિતી મળી. જેને લઈ અહીંના જાગૃત નાગરિકો દ્વારા સાંસદ ધવલભાઈ પટેલને જાણ કરાતા સાંસદ ધવલભાઈ પટેલ આકરા મૂડમાં આવી એન.એચ.આઈના ગુજરાતના વડા તેમજ તમામ અધિકારીઓની કલાસ લઈ કડકમાં કડક સૂચના આપી રસ્તા બાબતે કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવામાં આવશે નહિ અને ચાલુ ચોમાસે પણ અવાર નવાર અધિકરીઓ ખડેપગે રહી ખાડાઓને પુરવાની કામગીરીઓ કરવા માટે સૂચના આપી હતી તેમજ વરસાદ વિરામ લેતા ઉનાઈ થી ધરમપુર સુધી હાઇવેના રસ્તાને બનાવવાની પણ સૂચના આપી હતી: આ વર્ષે એન.એચ.આઈ ના અધિકારીઓ સાથે મીટીંગો યોજી કડક સૂચનો આપી હતી છતાં અધિકારીઓની બેદરકારી સામે આવી છે રસ્તાને લઈ મારી પાસે અનેક ફરિયાદો આવતા એન.એચ.આઈ ના ગુજરાતના વડાને કડક અને સ્પષ્ટ સૂચના આપી યુદ્ધના ધોરણે કામગીરી કરવા જમાવ્યું છે અને વરસાદ વિરામ લેતા ઉનાઈ થી ધરમપુર સુધીનો મજબૂત રસ્તો બનાવવાની પણ કડક સૂચના આપી છે આ વખતે આ બાબતને લઈ કોઈ પણ પ્રકારની ઢીલાસ રાખવામાં આવશે નહિ — —ધવલભાઈ પટેલ સાંસદ વલસાડ-ડાંગ

TODAY 9 SANDESH NEWS

અમિત મૈસુરીયા

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

નાનાપોંઢા તાલુકાના કાકડકોપર ગામના ખોરી ફળીયા માં આઝાદીના આટલા વર્ષો બાદ પણ રસ્તો ન બન્યો. ૮૦‌ વર્ષ થી સ્થાનિકો હાલાકી વેઠવા મજબૂર.

નાનાપોંઢા તાલુકાના કાકડકોપર ગામના ખોરી ફળીયા રઘુભાઈ સાપટા ની ઘર તરફ જતો રસ્તો. આઝાદીના આટલા વર્ષો બાદ પણ રસ્તો ન બનતા ૮૦‌ વર્ષથી તેઓ તકલીફ વેઠી રહ્યા છે. તમામ રજૂઆત…

વાંસદા તાલુકા માં ભારે વારસાદના કારણે ૪૯ થી વધુ રસ્તાઓ પરના લો લેવલ કોઝવે અને માઇનોર બ્રિજ ને થયેલ નુકસાન ની મરામત ચાલુ.

વાંસદા તાલુકામાં તા.૨૩/૦૭/૨૦૨૬ ના રોજ થયેલ ભારે વરસાદના કારણે નદી-નાળાઓમાં આવેલા પૂરને કારણે ખાસ કરીને ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોને જોડતા લો લેવલ કોઝવે) અને માઇનોર બ્રિજ પર પાણી ફરી વળ્યા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!