આજ રોજ તા 1/4/2024 ના સોમવારે કુમાર શાળા વાંસદા માં ધોરણ – 8 ના બાળકોનો વિદાય સન્માન સમારંભ યોજાયોજેમાં શાળા ના શિક્ષકો અને S.M.C સભ્ય કલ્પનાબેન શિક્ષણ વીદ શ્રી. પ્રધુમનસિંહ સોલંકી હાજર રહ્યા હતા.દીપ પ્રાગટ્ય થી કાર્યક્રમની શરૂઆત થઈ શાળા ના ઉપ શિક્ષક શ્રી બાબલાભાઈ પટેલ દ્વારા બાળકોને સમય ન બગાડવા અને જીવન માં ક્યારેય વ્યશન ન કરવાની સમજ આપવામા આવી શિક્ષણ વિદ શ્રી પ્રધુમનાસિંહ સોલંકી એ બાળકોને સારા ભવિષ્ય, અને આગળના અભ્યાસ માટે નું માર્ગદર્શન આપ્યુ.શાળાના શિક્ષિકા નયનાબેન પટેલ દ્વારા સારા સંસ્કાર વડીલોનું માન માં બાપ ને ભુલશો નહી જેવી વાત કરી, શૈલેષભાઈ દ્વારા સિસ્ત તથા મગનભાઈ એ ગાંધીજી ના વ્રતો ની સમજ આપી હતી.
અંતે શાળાના આચાર્યા હિનાબેન જોષી દ્વારા જીવન માં ખૂબ આગળ વધી શાળા અને સમાજ નું નામ રોશન કરી જીવન માં આગળ વધો ના આશિર્વચનો આપ્યા. આભાર વિધિ સહ કાર્યક્રમ પૂર્ણ થયો.
રીપોર્ટ – અમિત મૈસુરીયા