વાંસદા પોલીસ ટીમ..સાથે પી.એસ.આઇ જે.વી ચાવડા એ સેવા સુરક્ષા શાંતિ નાં સૂત્રને સાર્થક કર્યું

વાંસદા પોલીસ સ્ટેશન નાં પોલીસ ઇન્સ્પેકટર જે વી ચાવડા ની માનવતા સભર કામગીરી..વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે યુનિફોર્મની ઇજ્જત ત્યારે વધે છે જ્યારે તેની અંદર માનવતા જીવીત હોય છે, યુનિફોર્મ ની કિંમત ત્યારે વધે છે જ્યારે યુનિફોર્મ ફરજ દરમ્યાન માતા બહેનો, પીડીત,શોષિત, વંચિતો માટે કંઈક કરવાની આકાંક્ષા અંતરમાં જાગૃત છે.જેના ભાગરૂપે નવસારી જિલ્લા પોલીસ વડા સુશીલ અગવાલ ના નેતૃત્વ હેઠળ નાયબ પોલીસ અધિક્ષક એસ કે રાય નાં સુચના અને માર્ગદર્શન હેઠળ વાંસદા પોલીસ સ્ટેશન નાં પોલીસ સબ ઇન્સ્પેકટર જે વી ચાવડા તથા ટીમના આંતરિયાળ વિસ્તારમાં નિરાધાર અને એકલવાયું જીવન જીવતા વયોવૃદ્ધ વડીલો કે જેમનાં જીવનરૂપી શબ્દકોશ માંથી ઉત્સાહ અને આનંદ તહેવાર જેવા શબ્દો ની બાદબાકી થઈ ગઈ છે.તેવા વૃધ્ધ વૃધ્ધા ઓ માટે વાંસદા પોલીસ તેમનો પરિવાર બની દિવાળીના તહેવાર નિમિત્તે ગામના સરપંચ સાથે મળીને તેમનાં ઘરે જઈને વયોવૃદ્ધ વડીલો કુલ આઠ વડીલોને એક મહિનાનું રાસન ગરમ ધાબળા સાડી કપડાં અને મીઠાઈ આપી તેમની સાથે દિવાળીની ઉજવણી કરવામાં આવી અને સરકારી યોજના અંતર્ગત લાભ મળે છે તેની ખાતરી કરવામાં આવી.
આમ દિવાળી તહેવારો દરમિયાન પોલીસ પરિવાર બંદોબસ્તમાં વ્યસ્ત હોય આવી રીતે માનવતા સભર કામગીરી કરી પોતાની ટીમ સાથે દિવાળીની ઉજવણી કરી હતી…

રીપોર્ટ –
દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ- અમિત મૈસુરીયા

TODAY 9 SANDESH NEWS

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદા ખાતે જલધારા પરબ ની શરૂઆત ઇન્ડિયન રેડક્રોસ વાસદા શાખા દ્વારા જલધારા ઠંડા પાણીની પરબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું

વાંસદા ખાતે જલધારા પરબ ની શરૂઆત ઇન્ડિયન રેડક્રોસ વાસદા શાખા દ્વારા જલધારા ઠંડા પાણીની પરબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ગુજરાત રાજ્યની ઇન્ડિયન રેડક્રોસ શાખાના સહયોગથી વાંસદા શાખા દ્વારા રાહદારીઓ માટે…

આર્થિક મદદ જરૂરથી કરજો. બીમારી જાત નથી જોતી ! રોહિત સમાજ નો દીકરો દીપક દીલીપભાઇ ચૌહાણ સુરત ભારત કેન્સર હોસ્પિટલ માં કેન્સર ની બીમારી થી પીડાય છે.

–વિડિઓ શેર જરૂર કરજો કોઈ દાતા સુધી વીડિયો પહોંચાડવા સહાય કરજો. પરિવાર માં વિધવા માતા પત્ની એક નાનો 9 વર્ષ નો છોકરો છે મૂળ ગામ ખેરગામ ના વતની નોકરી ધંધા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!