વાંસદા તાલુકાના ના કાળાઆંબા અને વાટી ગામના લોકોનો એક અવાજ.. પુલ નહીં તો મત નહીં.. ચૂંટણીનો થશે બહિષ્કાર.

ગામ લોકોની માગણી તાત્કાલિક ધોરણે નહિ સંતોષાય તો ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે. સ્થાનિક લોકો એ આપી ચીમકી

વાંસદા: હાલમાં ચુંટણીનો માહોલ જામી રહ્યો છે ત્યારે વાંસદા તાલુકાના વાટી અને કાળાઆંબા ગામના લોકોએ પોતાની વર્ષોથી ન સંતોષાયેલી માંગણી વાટી અને કાળાઆંબા વચ્ચે આવેલ અંબિકા નદીમાં પુલને લઈને ગુજરાત વિધાનસભાની ચુંટણીનો બહિષ્કાર કરવાનું એલાન કર્યાની વાતો સામે આવી છે.

મળતી માહિત મુજબ વાંસદા તાલુકાના કાળાઆંબા અને વાટી ગામને જોડતો રસ્તા ઉપર પૂલની ખુબ જ જરુરીયાત છે. ગામના લોકોને ડેરિ, સસ્તાં અનાજની દુકાન, કે પછી તાલુકા લગતી કોઈ પાણ કાર્ય માટે વઘાઈ થઈ ને જવું પડે છે. ગ્રુપગ્રામ પંચાયત વાટી અને કાળાઆબા હોવા છતાં બે ગામ ને જોડતી કોઈ પણ પુલ કે વિયર ક્રમ કોઝવે ન હોવાથી પંચાયત અને તાલુકા અને જિલ્લાનાં કામ માટે ડાંગનાં વઘઇ માંથી થઇને જવું પડે છે

1 કિલોમીટરનું અંતર 20 કિલોમીટર ફરીને જવું પડે છે. જેથી હાલ વિધાનસભાની ચુંટણી આવી રહી છે .ત્યારે ગામ લોકોએ આ મુદ્દો ઉઠાવ્યો છે. સરકારી તંત્ર સામે અનેકો વખત રજૂઆત કરવામા આવી પણ કોઈ આ વાત સાંભળવા તૈયાર નથી જેથી ગામ ના લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કરી રહ્યાં છે. જો ગામ લોકોની માગણી તાત્કાલિક ધોરણે નહિ સંતોષાય તો ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે.

Today 9 sandesh News

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

ચીખલીના ફડવેલ મુખ્ય માર્ગ થી પિંજાર ફળીયા થઇ સોનારિયા જોડતો રસ્તો ૧૩ વરસે પણ ના બનતાં પ્રજા ત્રાહીમામ પોકારી.

ચીખલીના ફડવેલ મુખ્ય માર્ગ થી પિંજાર ફળીયા થઇ સોનારિયા જોડતો રસ્તો ૧૩ વરસે પણ ના બનતાં પ્રજા ત્રાહીમામ. બની બેઠેલા સ્થાનીક રાજકીય નેતા ઓ રસ્તો મંજૂર થઇ ગયો છે બની…

ચીખલી તાલુકાના ફડવેલ વાડી ફળિયા થી શામળા દેવ ફળીયા થઇ કણભઈ ભવાની ફળીયા ને જોડતો રસ્તો ખખડ ધજ બનતા વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠયા.

ફડવેલ વાડી ફળિયા થી શામળા દેવ ફળીયા થઇ કણભઈ ભવાની ફળીયા ને જોડતો રસ્તો ખખડ ધજ બનતા વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠયા. અંદાજે 3 કિ.મી.જેટલો રસ્તો સાંકડો હોવાથી રાહદારીઓ માટે પણ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!