ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ સંચાલિત પુરાણી ક્રિકેટ એકેડમી માટે આ અત્યંત ગૌરવ એકેડમીના પ્રતિભાશાળી ખેલાડી મોહિત રશ્મિકાંત વસાવાની અંડર-14 કેટેગરીમાં રાષ્ટ્રીય સ્તરના ક્રિકેટ કેમ્પ માટે પસંદગી કરવામાં આવી

પુરાણી ક્રિકેટ એકેડમી માટે ગૌરવની ક્ષણ
ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ સંચાલિત પુરાણી ક્રિકેટ એકેડમી માટે આ અત્યંત ગૌરવની ક્ષણ છે કે એકેડમીના પ્રતિભાશાળી ખેલાડી મોહિત રશ્મિકાંત વસાવાની અંડર-14 કેટેગરીમાં રાષ્ટ્રીય સ્તરના ક્રિકેટ કેમ્પ માટે પસંદગી કરવામાં આવી છે.

આ રાષ્ટ્રીય સ્તરનો કેમ્પ તા. 3 જાન્યુઆરી, 2026 થી શરૂ થનાર છે. મોહિતની આ સિદ્ધિ તેની અવિરત મહેનત, શિસ્તબદ્ધ તાલીમ અને રમત પ્રત્યેની નિષ્ઠાનું ઉત્તમ પરિણામ છે.

એકેડમીના મુખ્ય કોચ રાજેન્દ્ર સિંહ તંવરે મોહિતને શુભેચ્છા પાઠવતાં જણાવ્યું કે, “મોહિતની આ પસંદગી તમામ યુવા ખેલાડીઓ માટે પ્રેરણારૂપ છે અને તે આવનાર સમયમાં એકેડમી તથા રાજ્યનું નામ રોશન કરશે.”

ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ સંચાલિત પુરાણી ક્રિકેટ એકેડમી યુવા ક્રિકેટરોને ગુણવત્તાયુક્ત તાલીમ આપી તેમને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચાડવા સતત પ્રયત્નશીલ છે.

ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ સંચાલિત પુરાણી ક્રિકેટ એકેડમીના પ્રતિભાશાળી ખેલાડી મોહિત રશ્મિકાંત વસાવા, અંડર-14 રાષ્ટ્રીય સ્તરના ક્રિકેટ કેમ્પ માટે પસંદગી બાદ પ્રેક્ટિસ દરમ્યાન

TODAY 9 SANDESH NEWS

અમિત મૈસુરીયા

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

રાજપીપળા કોલેજનું ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી વોટર પોલો રમતમાં દબદબો.

રાજપીપળા કોલેજનું ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી વોટર પોલો રમતમાં દબદબો ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ પ્રેરિત શ્રી છોટુભાઈ પુરાણી ડીગ્રી કોલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેશન રાજપીપળા ના વિદ્યાર્થી ઓ , બાંકોડિયા અનિકેત,…

વાંસદા તાલુકાના ભીનાર ગામે થાણા ડુંગરી ગામે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.

વાંસદા તાલુકાના ભીનાર ગામે થાણા ડુંગરી ગામે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટ નું આયોજન ભીનાર ગામ ના સરપંચ જીતેન્દ્રભાઈ આર પટેલ તેમજ ગામ ના યુવાનો અર્પિત ચિરાગ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!