ઇન્ડિયન રેડ ક્રોસ વાસદા શાખાને મિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલ વેલ્ફેર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા.
IRCS વાસદા શાખા દ્વારા પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અન્વયે વાસદા THO ને ટીબીના દર્દીઓને પૌષ્ટિક કીટ વર્ષ દરમિયાન વિનામૂલ્યે વાસદા રેડ ક્રોસ દ્વારા આપવામાં આવેલ હતી.
વાંસદા શાખાના પ્રમુખ શ્રીમંત મહારાજા સાહેબ જય વિરેન્દ્રસિંહ સોલંકી તથા મંત્રી પ્રદ્યુમનસિંહ સોલંકી ટ્રેઝરર હીનેશ ભાવસારને વાસદા THO પ્રમોદભાઈ દ્વારા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું અને ભવિષ્યમાં સેવા મળતી રહે એવી શુભેચ્છા પાઠવી હતી.
વાંસદા શાખાની નવસારી IRCS દ્વારા 07/01/2024 ના રોજ સ્વણીમ મહોત્સવ પ્રસંગે બ્લડ ડોનેશન કેમ્પ આયોજન કરવા બદલ ની કામગીરીને બિરદાવી સન્માનિત કરવામાં આવ્યા હતા.
રીપોર્ટ -અમિત મૈસુરીયા-