આ એપિસોડ માં પ્રધાનમંત્રી શ્રી એ 22 જાન્યુઆરીના રોજ થયેલ અયોધ્યા ખાતે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ઉલ્લેખ અને આખા દેશમાં ધાર્મિક સ્થળોના સાફ સફાઈ અભિયાનનો ઉલ્લેખ કર્યો હતો. 26 જાન્યુઆરી ગણતંત્ર દિવસના રોજ કર્તવ્ય પથ પર થયેલી પરેડ માં આખી પરેડ માં મહિલાઓનો સૌથી વધુ વિશ્વ રહ્યો હતો તે ભારતની નારી શક્તિને દર્શાવે છે. સાથે જ અર્જુન એવોર્ડમાં પણ 13 જેટલી મહિલા એથલીટ ને એવોર્ડ મળ્યા છે. પદ્મ એવોર્ડમાં પણ આપણા એરિયા માંથી વલસાડના ડોક્ટર ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. અને આ એવોર્ડમાં પણ 30 જેટલી મહિલાઓને પદ્મ એવોર્ડ મળ્યા છે અને એમાં પણ ફ્રાન્સ તહેવાર અને બાંગ્લાદેશના લોકોને પણ આપવામાં આવ્યા છે.
વિશેષમાં આપણા દેશમાં વધી રહેલા અંગદાન પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે છેલ્લા વર્ષમાં 1000 થી વધારે લોકોએ અંગદાન કર્યું છે. સાથે જ 28 જાન્યુઆરીના રોજ લાલા લજપતરાય ની જન્મ જયંતી અને ફિલ્ડ માર્શલ કે એન કરિઅપા ને પણ મન કી બાત માં યાદ કરવામાં આવ્યા હતા.
આવતા મહિના માં આવતી બોર્ડની પરીક્ષાને યાદ કરી પરીક્ષા પે ચર્ચા ના કાર્યક્રમની સફળતા વિશે ચર્ચા કરી હતી. આ પ્રસંગે મન કી બાત ના સંયોજક ડોક્ટરો લોચન શાસ્ત્રી, જિલ્લા પંચાયત સભ્ય શિવેેન્દ્રસિંહ સોલંકી, રાણી ફળિયા ના સરપંચ શ્રી બાબુભાઈ, રાયલું ભાઈ, લાલારામ, કાના રામ તથા હનુમાનબારી ગામના ગ્રામજનો હાજર રહ્યા હતા.
TODAY 9 SANDESH NEWS
અમિત મૈસુરીયા-