વાટી ગામમાં પંડિત દિન દયાળ ગ્રાહક ભંડાર વ્યાજબી ભાવની સરકાર માન્ય સંસ્તા અનાજની દુકાનની ફાળવણી કરવામાં આવી. ડોક્ટર લોચન શાસ્ત્રી દ્વારા ગ્રામજનો તરફથી કરવામાં આવેલી જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ તથા જિલ્લા સંગઠન પ્રમુખ ભુરાભાઈ શાહને કરવામાં આવેલી રજૂઆત ને પગલે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી પરેશભાઈ દેસાઈ દ્વારા લેવામાં આવેલી 18 ઓક્ટોબરના રોજ વાટી ગામની મુલાકાત ના પગલે ગામની તકલીફોને જાણી. તેમણે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી કુવરજીભાઈ બાવળિયાને કરેલી રજૂઆતને પગલે તાત્કાલિક અસરથી વાટી ગામને એક સસ્તા અનાજની દુકાન ફાળવવા માટે સૂચના આપવામાં આવી હતી.
વાટી ગામે તાલુકા પંચાયત પ્રમુખ દીપ્તિબેન ના હસ્તે સસ્તા અનાજની દુકાન ખુલ્લી મુકવામાં આવી હતી. આ પ્રસંગે ન્યાય સમિતિના અધ્યક્ષ બાપજુભાઈ, પંચાયત કારોબારી અધ્યક્ષ તરુણભાઈ, પ્રાંત અધિકારી ડી આઇ પટેલ, મામલતદાર રબારી સાહેબ, સર્કલ ઓફિસર નિલેશભાઈ,પંચાયત સભ્ય ચંદુભાઈ, તાલુકા પંચાયતના સભ્યો યોગેશભાઈ દેસાઈ, અંકિતભાઈ, આદિજાતિ મોરચાના મહામંત્રી શ્રી પિયુષભાઈ પટેલ, ડોક્ટર લોચન શાસ્ત્રી, સંગઠન મહામંત્રી શ્રી રાકેશ શર્મા તથા સંજયભાઈ બીરારી, ગામના સરપંચ તારાબેન તથા ગામના માજી સરપંચ બાલુભાઈ તથા અગ્રણીઓ હાજર રહ્યા હતા. સાથે જ વહીવટી તંત્ર દ્વારા ઈવીએમ મશીનનો ડેમો બતાવવામાં આવ્યો હતો. અંતે મામલતદાર રબારી સાહેબ દ્વારા ગ્રામજનોને અગામી આવનારી ચૂંટણીમાં મતદાન કરવાની શપથ લેવડાવવામાં આવી હતી.
જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પરેશભાઈ ના વ્યસ્ત કાર્યક્રમ હોવાના કારણે કાળા આંબા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ પૂરો કરી વાટી ખાતે સસ્તા અનાજની દુકાનની મુલાકાત લીધી હતી.
અમિત મૈસુરીયા-
TODAY 9 SANDESH NEWS