વાંસદા પરંપરાગત વાજીંત્રો ગામીત ડોવડું ગામીત ઢોલ,ચૌધરી ડો વડું, પાવરી, કહલ્યા,ડોડીયા સમાજ ના ઘેરૈયા નાચ રજૂ થયું હતું. 100 જેટલા ભકતો દ્વારા માવલિ પૂજન કરવા માં આવ્યું.

0
118

વાંસદા તાલુકાના ગોધાબારી તોરણીયા ડુંગર અખિલ ભારતીય જનજાતિ કલ્યાણ આશ્રમ નવસારી જિલ્લા ના કલાઆયામ અંતર્ગત આદિવાસી પરંપરા ડુંગર માંવલી દેવ પૂજા, કંસરી પૂજા નો કાર્યક્રમ યોજાયો હતો.

———————————- –આ કાર્યક્રમ માં પરંપરાગત વાજીંત્રો ગામીત ડોવડું ગામીત ઢોલ,ચૌધરી ડો વડું, પાવરી, કહલ્યા,ડોડીયા સમાજ ના ઘેરૈયા નાચ રજૂ થયું હતું. 100 જેટલા ભકતો દ્વારા માવલિ પૂજન કરવા માં આવ્યું. પરંપરાગત વાનગી કોળા ના પાનગા ,ચૌધરી ઢેકળા,ઉબાદિયું,ડાંગી ભૂજિયું ,નાગલી. ના રોટલા ,અડદ દાળ ના સ્ટોલ લાગ્યા હતા લોકો એ સ્વાદનોઆનંદ લીધો હતો. સમૂહ ભોજન માં કોદા ની પેજ,તુવેર બફાના,અજીલા ની ચટણી ,ખાટી ભાજી ની દાળ આકર્ષણ નું બિંદુ હતું. કાર્યક્રમ માં અખિલ ભારતીય અધિકારી સત્યેન્દ્ર સિંઘ તથા પ્રાંત અધિકારી ફુલચંદ ભાઈ કોંકણી,યોગેશ ગામીત, નલિની બેન,નયના બેન પટેલ,નયનાબેન ગામીત ,ટીના બેન વાંસદા તથા જિલ્લા અધિકારી ,ઉપસ્થિત રહ્યા હતા.

—————–આ કાર્યક્રમ ને ડો.લોચન શાસ્ત્રી તથા નૈનેશભાઈ સુરત દ્વારા આર્થિક સહયોગ મળેલ તથા
કંચન બેન બાળ સંસ્કાર અને નિલેશભાઈ ધર્મ જાગરણ અને દિનેશભાઈ માનપુર આરોગ્ય પ્રમુખ તથા સમગ્ર કાર્યક્રમ માટે નું આયોજન સંચાલન .ઠાકોરભાઈ પટેલ પ્રમુખ અ.જ. જાતિ આશ્રમ વાંસદા ,ગુણવંત ગામીત કલા આયામ પ્રમુખ ઉનાઈ વિભાગ સરા,અનંત ગામીત સરા,ગમન નાયકા સરા .સબિરભાઈ ગોધાબારી,. જીવણ ભાઈ ગોધાબારી,. અતુલભાઈ ચૌધરી . રમણ ભાઈ ચૌધરી,.રાકેશ ભાઈ ચૌધરી .કલ્યાણપટેલ તથા જય ભવાની યુવક મંડળ સરા,આરોગ્ય રક્ષકો ,બાલ મંદિર ના કાર્ય કરો નો સારો સહયોગ મળ્યો હતો.

TODAY 9 SANDESH NEWS
દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ

અમિત મૈસુરીયા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here