ડાંગ-વલસાડના સાંસદ ડો. કે.સી.પટેલ દ્વારા જી ૨૦ સમીટમાં ઓસ્ટ્રેલિયન પ્રતિનિધિઓનું સ્વાગત કરાયું
વાંસદા- વલસાડના સાંસદ કે.સી.પટેલ દ્વારા જી ૨૦ની શિખર સમીટમાં ઓસ્ટ્રેલિયન પ્રતિનિધિઓનું સ્વાગત કરાયું હતું. જેને લઈ તેમના મત વિસ્તારના લોકોમાં ખુશીનો માહોલ છવાયો હતો. તેમણે દિલ્હીના ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઈમથક ખાતે વલસાડ વાંસદાના સાંસદ ડૉ. કે.સી.પટેલ દ્વારા ઓસ્ટ્રેલિયાઈ પ્રતિનિધિ સભા (સંસદ)ના પ્રમુખ મિલ્ટન ડિક અને અન્ય ઓસ્ટ્રેલિયાઈ પ્રતિનિધિઓનું ભારત આગમનનું સ્વાગત અને અભિવાદન કર્યું હતું
. ભારત જ્યારે વિશ્વ કક્ષાએ વિશ્વના આર્થિક રીતે અગ્રતમ ૨૦ દેશોનું જેમાં આફ્રિકન યુનિયન સામેલ થતા ૨૧ દેશોનું પ્રતિનિધિત્વ કરી રહ્યું હતું એવી જી ૨૦ની શિખર સમીટમાં વલસાડ- વાંસદાના સાંસદ ડૉ. કે.સી.પટેલે પણ પોતાનું યોગદાન આપ્યું હતું. એના માટે તેમના મતવિસ્તારના લોકોએ ખુશીનો માહોલમાં સાંસદ ડો.કે.સી.પટેલને શુભકામનાઓ પાઠવી હતી.
TODAY 9 SANDESH NEWS
દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ -અમિત મૈસુરીયા