વંદે ગુજરાત વિકાસ યાત્રા
રમ્મત-ગમ્મત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ તેમજ કમિશનરશ્રી યુવા, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કચેરી ગાંધીનગર આયોજિત તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી નવસારી સંચાલિત “આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વંદે ગુજરાત વિકાસ યાત્રા. સાંસ્કૃતિક કાર્યક્રમો 2022-23
કલા સંવર્ધન પ્રગતિ મંડળ મોટીભમતી વાંસદા , આદિવાસી નૃત્ય નાં કલાકારો દ્વારા “વંદે ગુજરાત “ગુજરાત સરકારની સિધ્ધીઓને વર્ણવતો કાર્યક્રમ, 20 વીસ વર્ષ નો વિશ્વાસ અને 20વીસ વર્ષ નો વિકાસના સાંસ્કૃતિક કાર્યક્રમો માં વાંસદા તાલુકાના અલગ અલગ ગામોમાં મોડરેટર રથ દ્વારા કાર્યકમ કરવામાં આવે છે જેમાં ચારણવાડા ગામ ખાતે કાર્યકમ યોજાયેલ .
જેમાં તમામ જવાબદાર સાહેબશ્રીઓ,મેડિકલ ઓફિસર ડૉ.પ્રશાત પટેલ PHC મોહુવાસ,નોડલ અધિકારી શ્રી ડૉ. યશ પટેલ ( તાલુકા પશુ ચિકિત્સક ) કીર્તિબેન ચોહાણ (. વિસ્તરણ અધિકારીશ્રી ) શ્રી વિજયભાઈ નાયબ મામલતદાર ( રેવન્યુ )સામાજીક વનીકરણ નવસારી ફોરેસ્ટ વિભાગ અર્જુનભાઈ, ભાવેશભાઇ પટેલ,વાંસદા પોલીસ , ધનગર સાહેબશ્રી જી.ઈ.બી. ના સર્વ કર્મચારીઓ હાજર રહ્યા હતા.
વાંસદા, તાલુકા પંચાયત સભ્ય યોગેશભાઈ દેસાઇ અને પંચાયતના ઉપસરપંચ , રમીલાબેન નરેશભાઇ, હનુમાનબારી સરપંચ રાકેશભાઈ, નાનીભમતી સરપંચ જીતુભાઈ પટેલ પ્રાથમિક શાળા ના તમામ કર્મચારીઓ ગામ ના આગેવાન, આંગણવાડી બહેનો તલાટી કમમંત્રી , ગ્રામ સેવકશ્રી આરોગ્ય વિભાગ ના કર્મચારીઓ સાથે તેમજ કાર્યકર્તાઓ સાથે મળીને કાર્યક્રમ આનંદ માણ્યો .
વિશેષમાં કલા સવર્ધન પ્રગતિ મંડળ મોટીભમતી વાંસદા, જિલ્લો નવસારી નાં તમામ કલાકારો મિત્રો વાંસદા- ડાંગ ટીમ લીડર સાયરસભાઈ આગરી તેમજ પ્રમુખશ્રી ડૉ. વિજય પટેલ જણાવ્યા પ્રમાણે સાંસ્કૃતિક કાર્યક્રમો ના માધ્યમ થી આજ ના નવ યુવાવર્ગમાં કુશળતા, સંસ્કૃતિ જતન તેમજ રાષ્ટ્ર હિતાય સર્વોપરી ની ભાવના કેળવાય તે માટે પહલ કરવી જરૂરી છે
દક્ષિણ ગુજરાત બ્યુરો ચિફ અમિત મૈસુરીયા