શ્રી સર્વોદય રોહિત સમાજ સુરત વલસાડ નવસારી જિલ્લાના નવસારી અને શ્રી સર્વોદય શિક્ષણ મંડળ સુરતના સંયુક્ત ઉપક્રમે રોહિત સમાજના 42 વિદ્યાર્થીઓને નવસારી જિલ્લાના ધોરણ પાંચ થી આઠ ના વિદ્યાર્થીઓને 12 નોટબુક અને ૯ થી કોલેજના વિદ્યાર્થીઓને 15 નોટબુક વાંસદા ખાતે રાખવામાં આવ્યું હતું.
વાંસદા તાલુકાના રોહિત સમાજના 42 વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુક વિતરણ કાર્યક્રમ રોહિત સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં વાંસદા તાલુકાના પંચાયતના સભ્ય યોગેશ દેસાઇના ઘરે રાખવામાં આવ્યું હતું.અશોકભાઈ સોલંકી ના પ્રમુખ સ્થાને વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં શ્રી સર્વોદય રોહિત સમાજ ના અગ્રણીઓ ઉપસ્થિતિ રહ્યા હતા.અને તેમના હસ્તે નોટબુક વિતરણ સાથે સારો અભ્યાસ કરવા માટે અને સમાજનું નામ રોશન કરવા માટે પ્રોત્સાહન આપવા આવ્યું હતું.
અમિત મૈસુરીયા-