જેમાં ૬૦ સરપંચના ઉમેદવારો તથા ૮૦ થી ૮૫ જેટલા વોર્ડ સભ્યો હાજર રહેલ હતા હાજર રહેલ તમામને વાંસદા પોલીસ વડા દ્વારા સુચના આપી સમજાવેલ કે, આદર્શ આચાર સહીતાનું ચુસ્ત પણે પાલન કરી અને ન્યાયીક રીતે ચુંટણી ની કાર્ય પુર્ણ કરવાનું રહેશે. અગાઉનું કોઇ વૈમનસ્ય રાખવું નહી. અને એખલાસ ભર્યા વાતાવરણમાં ચુંટણી યોજાય તેમજ કાયદો અને વ્યવસ્થાની પરીસ્થીતીને ખાસ ધ્યાને રાખવું. કોઇ પણ બનાવ બને તો ચુંટણી અધિકારીશ્રી તથા પોલીસ ને પણ જાણ કરશો. તેવી સમજ આપી પહેલા તબક્કાની મીટીંગ પૂર્ણ કરેલ હતી. ત્યાર બાદ કલાક-૫/૦૫ થી સાંજે ૬/૦૦ વાગ્યા સુધી બીજા તબક્કાની મીટીંગ યોજવામાં આવી. જેમા ૨૮ ગામના સરપંચના ઉમેદવારો આશરે ૬૦ થી ૬૫ જેટલા ઉમેેેેેેદવારો તથા ૭૫ થી ૮૦ જેટલા વોર્ડ સભ્યો હાજર રહ્યા હતા. હાજર રહેલ તમામને સુચના આપી સમજાવેલ કે, આદર્શ આચાર સહીતાનું ચુસ્ત પણે પાલન કરી અને ન્યાયીક રીતે ચુંટણી ની કાર્ય પુર્ણ કરવાનું રહેશે. અગાઉનું કોઇ વૈમનસ્ય રાખવું નહી. અને એખલાસ ભર્યા વાતાવરણમાં ચુંટણી યોજાય તેમજ કાયદો અને વ્યવસ્થાની પરીસ્થીતીને ખાસ ધ્યાને રાખવું. કોઇ પણ બનાવ બને તો ચુંટણી અધિકારીશ્રી તથા પોલીસ સ્ટેશન માં જાણ કરશો. તેવી સમજ આપી તમામ ગામના સરપ્ંચોને તથા વોર્ડ સભ્યો સાથે મીટીંગ શાંતીપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી.
દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ અમિત મૈસુરિયા