વાંસદા
કુમાર શાળા અને કન્યા શાળા ધોરણ એક માં પ્રવેશ મેળવેલ ૯૦ જેટલા વિદ્યાર્થીઓને સંત શ્રી રણછોડદાસજી ટ્રસ્ટ તરફથી અભ્યાસ માટેની સહાય કીટનું વિતરણ કરવામાં આવ્યું ટ્રસ્ટના પ્રમુખશ્રી ડોક્ટર જીતેન્દ્ર પટેલ, રસિકભાઈ સુરતી, શ્રી ભરતભાઈ, શ્રી ચૂનીભાઈ, ખાસ ઉપસ્થિત રહી શાળાના જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓ માટે સહિતની વ્યવસ્થા કરી હતી શાળામાં એસ.એમ.સી શિક્ષણવિદ પદયુમન સિંહ સોલંકી ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા
શાળાના આચાર્ય શ્રીમતી હીનાબેન અને પરેશા બેને શાળામાં વિદ્યાર્થીઓને સહાય આપવા બદલ દાતાશ્રીઓનો આભાર વ્યક્ત કર્યો હતો
અમિત મૈસુરીયા વાસદા