SSC પરિણામ:ધોરણ-10ના 8.60 લાખ વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર, માત્ર સ્કૂલો જ જોઈ શકશે રિઝલ્ટ

0
253

 

કોરોના મહામારીને કારણે ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. માસ પ્રમોશન આપ્યા બાદ આજે રાતે 8 વાગ્યે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જો કે આ પરિણામ ફક્ત સ્કૂલો જ જોઈ શકશે. વિદ્યાર્થીઓએ સ્કૂલમાંથી પરિણામ મેળવવાનું રહેશે. gseb.org પર પરિણામ 8 વાગ્યાથી જોવા મળશે. સ્કૂલોએ ઓનલાઈન પરિણામ પરથી માર્કશીટ તૈયાર કરી વિદ્યાર્થીઓને આપવાની રહેશે.

8.60 લાખ પાસ થશે અને 7 લાખ બેઠક હોવાથી પ્રવેશ સમસ્યા થશે
માસ પ્રમોશનને કારણે 8.60 લાખ વિદ્યાર્થી ધો. 11 કે તે પછીના વ્યાવસાયિક કોર્સમાં પ્રવેશ માટે લાયક ઠરશે. આ વિદ્યાર્થીઓેને માટે ધો. 11માં 5.50 લાખ બેઠક છે, જ્યારે ડિપ્લોમા અને આઇટીઆઇની આશરે 1.50 લાખ બેઠક છે. આમ કુલ 7 લાખ બેઠક પ્રવેશ માટે ઉપલબ્ધ છે. આ સ્થિતિમાં 8.60 લાખ પાસ થશે એટલે પ્રવેશ મેળવવા પ્રવેશ સમસ્યા સર્જાશે.

10,977 સ્કૂલોના વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર
રાજ્યની 1276 સરકારી, 5325 ગ્રાન્ટ ઇન એઇડ, 4331 સેલ્ફ ફાઇનાન્સ અને અન્ય 45 સ્કૂલો મળી કુલ 10,977 સ્કૂલોમાં ધોરણ-10 ના નિયમિત (રેગ્યુલર) વિદ્યાર્થીઓને આ માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. જેમનું પરિણામ પણ જાહેર કરી દીધું છે.

ધો.9ની બે અને ધો.10ની એક પરીક્ષાના આધારે માર્કશીટ તૈયાર કરી
ધોરણ 10નું પરિણામ આગળની ત્રણ પરીક્ષાનાં રિઝલ્ટ પરથી તૈયાર કર્યું છે.. દા.ત. ત્રણ પરીક્ષામાં 50 ટકા પરિણામ આવ્યું હોય તો પરિણામ 50 ટકા જ આવશે. જો ત્રણેય પરીક્ષામાં અલગ અલગ માર્ક્સ આવ્યા, જેમ કે એકમાં 40, બીજીમાં 30 અને ત્રીજીમાં 70 માર્ક્સ આવ્યા હોય તો એની એવરેજ કાઢીને માર્ક્સ આપવામાં આવશે. ધો.9માં જેને ફર્સ્ટ ક્લાસ આવ્યો હોય તેને આમાં ફર્સ્ટ કલાસ આવી શકે.

સરળ ભાષામાં દા.ત. જોઇએ તો…

  • ધો.9ની પ્રથમ સામાયિક કસોટીમાં ગણિત વિષયમાં કુલ ગુણ 50માંથી 40 ગુણ મળ્યા હોય તો તેને 40 ટકામાં રૂપાંતરિત કરીએ તો 16 ગુણ થાય
  • ધો.9ની દ્વિતીય સામાયિક કસોટીમાં ગણિત વિષયમાં કુલ ગુણ 50માંથી 40 ગુણ મળે તો તેને 40 ટકામાં રૂપાંતરિત કરીએ તો 16 ગુણ થાય
  • ધો.10ની પ્રથમ સામયિક કસોટીમાં ગણિત વિષયમાં કુલ ગુણ 80માંથી 60 ગુણ મળે તો તેને 37.5 ટકામાં રૂપાંતરિત કરીએ તો 22.5 ગુણ થાય
  • ધો.10ની એકમ કસોટીમાં ગણિત વિષયમાં કુલ ગુણ 25માંથી 20 ગુણ મળે તો તેને 40 ટકામાં રૂપાંતરિત કરીએ તો 8 ગુણ થાય

રિઝલ્ટ= 80માંથી 62.5 ગુણ

રાજ્યમાં કુલ કેટલી શાળાઓ છે?


સરકારી 1276
ગ્રાન્ટ ઇન એઇડ 5325
સેલ્ફ ફાઇનાન્સ 4331
અન્ય 45
કુલ 10,997

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here