નવસારી તાલુકાના પડઘા ગામે શ્રી રણછોડજી મંદિરે કથાકાર પ્રફુલભાઇ શુક્લ ની ૮૦૬ મી શ્રીમદ્દ ભાગવત કથા નું મંગલાચરણ કરવામાં આવ્યું. દેવ નારાયણ ગૌ ધામ મોતા પૂ.તારાચંદ બાપુ દ્વારા દીપ પ્રાગટય કરી ૧૦૮ બહેનોને સાડી વિતરણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે શ્રી ગોકુળદાસ મહારાજ (વીરવાડી હનુમાનજી) , અશોકભાઈ ગજેરા (જી.ઉપપ્રમુખ) , જીગ્નેશભાઈ નાયક , સુમનભાઈ ડી.પટેલ (સરપંચ),સોહનલાલ , અશોકજી રાઠી, રાહુલભાઈ રાઠી, પવનજી મોયલ ,નથમલજી કેલા ઉપસ્થિત રહ્યા હતા.
કથાનું મંગલાચરણ કરતા કથાકાર શ્રી પ્રફુલભાઈ શુક્લ એ કહ્યું હતું કે જગત જનની જગદંબા અખિલ બ્રહ્માંડની અધિષ્ઠાત્રી છે.પ્રથમ દિવસ ના નવચંડી યજ્ઞ ના મનોરથી શ્રી રજનીકાંતભાઈ પરભુભાઈ મિસ્ત્રી (અંબાડા) , શ્રી ધર્મેશભાઈ અમ્રતભાઈ મિસ્ત્રી (સુરત) , શ્રીમતી ચેતનાબેન પીન્ટુભાઈ ભાવસાર (વાપી) દ્વારા માતાજી નો નવચંડી યજ્ઞ સંપન્ન થયો હતો.આચાર્ય શ્રી મુકેશભાઈ જાની , કિશન દવે , માક્ષિત રાજ્યગુરૂ દ્વારા વેદિક મંત્રોચ્ચાર સહિત પૂજન , અર્ચન અને યજ્ઞ સંપન્ન કરાવામાં આવ્યો હતો.