વાંસદા ના પારસી સમાજના હોલ ખાતે જેસીઆઇ વાંસદા રોયલ ના 16 મો પદગ્રહણ સમારોહ યોજાયો.જેમાં જેસીઆઇ વાંસદા રોયલના વર્ષ 2023 ના પ્રમુખ તરીકે જેસી મિતુલ ભાવસાર અને જુનિયર જેસી ચેરપર્સન 2023 તરીકે જેજે દક્ષ મિશ્રા નીમવામાં આવ્યા એમની ટીમ દ્વારા શપથગ્રહણ કર્યા . જેસીઆઇ યુવાનોના વ્યક્તિત્વ વિકાસ માટે કાર્ય કરતી 120 થી વધારે દેશમાં અને 100 વધુ વષૅ થી કાર્ય કરતી સંસ્થા છે.
ટ્રેનિંગ, સામાજિક, પ્રવૃત્તિઓ ,વ્યક્તિત્વ વિકાસ, મેનેજમેન્ટ, બિઝનેસ વિકાસ અને આંતર રાષ્ટ્રીય તકો માટે આ સંસ્થા સમગ્ર વિશ્વમાં યુવાનો માટે એક યુનિવર્સિટીનું કામ કરી રહી છે .
આ સેરેમનીમાં મુખ્ય મહેમાન તરીકે ડો. અંકિતાબેન પટેલ( મા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હનુમાન બારી ) મુખ્ય વક્તા તરીકે જેસી સુનીલ નેવે તથા ઇન્ડક્શન ઓફિસર અને ઝોન ઉપપ્રમુખ જેસી ડો. નૈલેશ પટેલ તથા જેસીઆઇ ના પૂર્વ પ્રમુખો,નગરજનો નટુભાઈ પાંચાલ, અબ્બાસ ભાઇ, પ્રદ્યુમ્નસિંહ સોલંકી, ભુપેન્દ્ર પટેલ, વિગેરે એ હાજરી આપી હતી .
આ કાર્યક્રમમા તેમના નવા 8 સભ્યો જેસીઆઈ વાંસદા રોયલ મા જોડાયા હતા
જેસી મિતુલ ભાવસાર દંડકવન આશ્રમ ખાતે ઘણી સેવા પ્રવૃત્તિમાં આગળ છે. 2023 માં કાર્યભાર સંભાળવા બદલ શુભેચ્છા અને અભિનંદન પાઠવ્યા હતા..
અમિત મૈસુરીયા દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ. .TODAY 9 SANDESH NEWS