સમગ્ર ગુજરાત ભરમાં લગાતાર લગભગ અઠવાડિયે થી મેઘરાજાની બેટીંગથી દક્ષિણ ગુજરાતમાં ઠેર ઠેર પાણી વાંસદા તાલુકા નો જીવાદોરી સમાન જુજ ડેમ ઓવર ફલો થયો છે.
વાંસદા તાલુકા ના સિંચાઈ વિભાગ દ્વારા સંપર્ક કરતાં જાણવા મળેલ કે ગઈકાલે રાત્રે લગભગ 9 વાગ્યે ની આસપાસ જુજ ડેમ ઓવર ફલો થયો હતો. 167.95 (45સે.મી.) અસર ગ્રસ્ત ગામો કુલ 25 જેટલાં જેમાં વાંસદાના 13 ચીખલી ના 6 અને ગણદેવી તાલુકા ના 6 જેટલાં ગામો થયા છે. સિંચાઈ થી લાભિત ગામો કુલ 17 જેટલાં છે ચોવીસ કલાકમાં 134 મી.મી. વરસાદ જયારે પશ્ચિમમાં આવેલ કેલીયા ડેમનું હાલનું લેવલ 113.15 કુલ 97% ભરાયો છે. 142 એમ.એમ 6 ઈંચ ચોવીસ કલાકમાં વરસાદ પડતા કેલીયા ડેમથી લાભિત ગામો 19 છે જયારે અસર ગ્રસ્ત ગામો 23 નો સમાવેશ થાય છે જે માહિતી અનુસાર જણાવ્યું હતું હાલ નિચાણવાળા ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે.
દક્ષિણ ગુજરાત
અમિત મૈસુરીયા
વાંસદા તાલુકાની નદીઓ માં વધ્યા નીર અને જુઝ ડેમ થયો ઓવર ફલો.