વાંસદા તાલુકા ના ચારણવાડા ગામે સન વે રેસ્ટોરન્ટ માં શિક્ષક મહા સંઘની મિટિંગ નું આયોજન કરવામાં આવ્યુ હતું શિક્ષક કોઈ સાધારણ નથી હોતો પ્રલય અને નિર્માણ તેમની ગોદમાં પળે છે આવા અનેક સિધ્ધાંત ને લઈ અને મહા સંઘ દ્વારા વાંસદા તાલુકા ના ચારણવાડા ગામે સનવે રેસ્ટોરન્ટમાં રુષિ પંચમી ના દિને ઓમ નાદ અને શ્ર્લોકથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. રાષ્ટ્રવાદની ભાવના સાથે આ સંઘમાં જોડાવું જરૂરી હોય. તથાં શૈક્ષણિક કાર્ય માં પડતી મુશ્કેલી અને શિક્ષકો સાથે થઈ રહેલા અન્યાયને મહા સંઘ દ્વારા કયાં આધિનથી કાર્ય કરવું.નવસારી જિલ્લાના મહિલા ઉપાધ્યક્ષે જણાવ્યું હતું કે શિક્ષકો ને ઠગલે બંધ કામગીરી સરકારશ્રી દ્વારા કરવામાં આવે છે અને શૈક્ષણિક પવૃતિ ઓછી જે બાળકો ભવિષ્યના હીતમાં નથી. જેવા અનેક મુદ્દાઓને લઈ વાંસદા શિક્ષક સંઘના હોદ્દેદારો ની કરાઈ નિમણુંક જેના મુખ્ય વાંસદા તાલુકા ના અધ્યક્ષ શૈલેષભાઇ જે. માહલા, નીતિનભાઈ એમ.પાઠક મહામંત્રી,સંગઠન મંત્રી પ્રિતેશભાઈ પટેલ,સિનિયર ઉપાધ્યક્ષ મહીનભાઈ માહલા,સહ મંત્રી રાજેન્દ્રભાઇ પટેલ,સહ સંગઠન મંત્રી ચેતનભાઇ પટેલ,ખજનચી વિમલસિંહ સોલંકી,તથાં અનિલભાઈ પટેલની જિલ્લા ઉપાધ્યક્ષ તરીકે નિમણુંક કરાઈ હતી.
આ કાર્યક્રમ માં રાષ્ટ્રીય શૈક્ષિક મહા સંઘ જિલ્લાના હોદ્દેદારો અધ્યક્ષ ધર્મેશભાઈ ધૂમાડીયા, જહીરાબેન ઉપાધ્યક્ષ, ચંદ્રસિંહ ચૌહાણ અને જિલ્લાના તાલુકા ના શિક્ષકો હાજર રહ્યા હતા તથાં તમામ આયોજન શૈલેષભાઇ માહલા અને અનિલભાઈ પટેલ દ્વારા કરાયું અને સંપૂર્ણ જહેમત ઉઠાવી હતી.
દક્ષિણ ગુજરાત
અમિત મૈસુરીયા. TODAY9 SANDESH