વાંકલ..
પંજાબ થી ગુમ થયેલી મહિલાને માંગરોળ પોલીસે જી આઇ પી સી એલ કંપની ખાતેથી શોધી કાઢી પરિવાર સાથે મિલન કરાવ્યું .

0
161

પંજાબ થી ગુમ થયેલી મહિલાને માંગરોળ પોલીસે શોધી કાઢી પરિવાર સાથે મિલન કરાવ્યું


પ્રિયા W/O વિદ્યાવાસીની રામાદિત્ય પાઠક ઉંમર વર્ષ 27 મૂળ મુકેરીયા સીટી એમાં માંગત કોલોની થાના મુકેરીયા જિલ્લો હોશિયારપુર પંજાબ ની વતની છે અને આ મહિલા કોઈ કારણસર પોતાનું ઘર છોડી ભાગી આવી હતી જેથી પરિવારજનોએ મુકેરીયા પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ મહિલા ગુમ થયાં અંગેની ફરિયાદ નોંધાવી હતી મહિલાના મોબાઇલ ફોનના આધારે તેનું લોકેશન માંગરોળ તાલુકા ની જીઆઇપીસીએલ કંપની ખાતે હતું જેથી મુકેરીયા પોલીસ દ્વારા પોલીસનો સંપર્ક કરાયો હતો અને ત્યારબાદ જિલ્લા પોલીસવડા હિતેશ જોઈસર નાયબ પોલીસ વડા બી કે વનાર વગેરેની સૂચના અને માર્ગદર્શન હેઠળ ગુમ થયેલા વ્યક્તિને શોધી કાઢવા માટેની સૂચના માંગરોળના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ આર પઢીયાર ને આપવામાં આવી હતી જેથી માંગરોળ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ નયનભાઈ ધીરજભાઈ વગેરે પેટ્રોલિંગમાં હતા ત્યારે ત્યારે હેડ કોન્સ્ટેબલ સેમ્યુલભાઇ કાળીદાસભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ આસિફ ખાન ઝહીરખાન ને બાતમી મળી હતી કે પંજાબના મૂકેરીયા થી ગુમ થયેલ મહિલા જીઆઇપીસીએલ કંપની ખાતે હોવાની બાતમી મળી હતી જેથી પોલીસે ઉપરોક્ત સ્થળે થી આ મહિલાને શોધી કાઢી હતી ત્યારબાદ મહિલા ના ભાઈ નો સંપર્ક કરવામાં આવતા પંજાબથી તેના પરિવારજનો માંગરોળ ખાતે આવ્યા હતા ત્યારે પ્રશાસનીય કામગીરી કરનાર માંગરોળ પોલીસે મહિલાનું પરિવાર સાથે મિલન કરાવ્યું હતું પરિવારે પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો

રીપોર્ટ :વિનોદ મૈસુરીયા. માંગરોળ વાંકલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here