
વાંસદા તાલુકાના વિશ્વ દિવસ નિમિત્તે શ્રી જન સેવા સંઘ ટ્રસ્ટ, નાની ભમતી (વાંસદા) તથા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, નડિયાદ નાં ખંભાળિયા (ઉનાઈ) ગામ,કુકડા ગામ તથા કુરેલિયા ગામે ખાસ જરૂરિયાત મંદ ખેતમજૂરો, નિરાધાર વડીલો અને શ્રમિક પરિવારોને રેઈનકોટ તથા છત્રીઓ નું વિતરણ કરવામાં આવ્યું

આ સેવાકાર્ય માં સ્થાનિક આગેવાનો અને કાર્યકર્તાઓનો પણ મહત્વપૂર્ણ સહયોગ રહ્યો હતો

કુકડા ગામે પીઢ આગેવાન તથા માજી સરપંચ કરસનભાઈ પટેલ,કુરેલિયા ગામના માજી સરપંચ દિલીપ ભાઈ પટેલ, જ્યારે ખંભાળિયા ગામે નવનિયુક્ત જિલ્લા લધુમતી મોરચાના પ્રભારી અલ્લારખુ મુલતાની, યુવા કાર્યકર્તા અરુણ ભાઈ, યોગેશ ભાઈ સહિત ના આગેવાનો અને સ્થાનિક કાર્યકર્તાઓ સાથે ભીનાર ગામ ના લિરીલચંદ્ર પટેલ પણ જોડાયા હતા.
TODAY 9 SANDESH NEWS
અમિત મૈસુરીયા
