વાંસદા તાલુકા ના ભીનાર -કુરેલીયા માર્ગ લો -લેવલ‌ નાળા પરથી ચોમાસામાં પાણી ફરી વળતા લોકો ને મુશ્કેલી .

_—“નાળા પર બાકોરૂ પડતા વાહન ચાલકોને અકસ્માત નો ભય,”

ઊંચાઈ વધારવા ની ઉગ્ર માંગ,‌ ભીનાર -કુરેલીયા માર્ગ પર લો -લેવલ‌ નાળા પરથી ચોમાસામાં વરસાદી પાણી ફરી વળતા શાળા ના વિધાર્થી ઓ અને સ્થાનિકો ને કાયમી મુશ્કેલી પડે છે નાળા ની ઊંચાઈ વધારવા તંત્રને રજૂઆત કરવ છતાં નક્કર કાર્યવાહી થઈ નથી . ભીનાર થી કુરેલીયા તરફ જતા રસ્તા પર ડુંગરી ફળિયા આગળ લો-લેવલ નાળું છે વરસાદમાં આ નાળા પર પાણી ફરી વળતા કુરેલીયા જતા અવરજવર બંધ થઈ જાય છે . નાળા પાસે જ ભીનાર -કુરેલીયા ની હાઈ સ્કુલ આવેલી છે .

એક અઠવાડિયા પહેલાં પડેલા ભારે વરસાદને કારણે નાળા પર પાણી ભરાઈ ગયું હતું જેના કારણે સ્થાનિકો અને વાહન ચાલકોને ફેરાવો લેવો પડ્યો હતો . ધણી વખત આજુબાજુ ના રહીશો ના ધર સુધી પણ પાણી પોંહચી જાય છે . વરસાદ પછી નાળા ઉપર વાહન ચાલકોને રાત્રિના સમયે અકસ્માતનો ભોગ બની શકે અમે છે. જ્યારે સ્થાનિકો અને સામાજિક કાર્યકરોએ તંત્ર પાસે નાળા ની ઊંચાઈ વધારવા ની માંગ કરી છે, જેથી ચોમાસામાં અવરજવર સુગમ બની શકે અને આ સમસ્યાનો કાયમી ઉકેલ આવે . અમારા ધર સુધી પાણી પહોંચી જાય. વધુ પડતા વરસાદમાં બે ત્રણ દિવસ સુધી નાળા ઉપર પાણી ફરી વળતા અમારા ધર સુધી પાણી પહોંચી ગયું હતું . જેથી નાળા ની ઊંચાઈ વધારવા માં આવે એ જરૂરી છે, ‌નાળાની બને સાઈડ થી ધોવાણ થયું છે — અલ્પેશ ગામીત સ્થાનિક,

આગાઉ ધણીવાર વહીવટી તંત્રને આ નાળા ની ઊંચાઈ વધારવા માટે રજૂઆતો કરી‌ છે પરંતુ નફફટ કામગીરી થઈ નથી. આ નાળા ઉપર બંને સાઈડ થી ધોવાણ થયું છે અને જેથી અંધારામાં અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે .આ નાળા ની ઊંચાઈ વધારય તો સમસ્યાનો ઉકેલ આવી જાય અમે છે ,

— ભીનાર ગામ સરપંચ જીતેન્દ્રભાઈ આર, પટેલ

TODAY 9 SANDESH NEWS

અમિત મૈસુરીયા

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

ચીખલીના ફડવેલ મુખ્ય માર્ગ થી પિંજાર ફળીયા થઇ સોનારિયા જોડતો રસ્તો ૧૩ વરસે પણ ના બનતાં પ્રજા ત્રાહીમામ પોકારી.

ચીખલીના ફડવેલ મુખ્ય માર્ગ થી પિંજાર ફળીયા થઇ સોનારિયા જોડતો રસ્તો ૧૩ વરસે પણ ના બનતાં પ્રજા ત્રાહીમામ. બની બેઠેલા સ્થાનીક રાજકીય નેતા ઓ રસ્તો મંજૂર થઇ ગયો છે બની…

ચીખલી તાલુકાના ફડવેલ વાડી ફળિયા થી શામળા દેવ ફળીયા થઇ કણભઈ ભવાની ફળીયા ને જોડતો રસ્તો ખખડ ધજ બનતા વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠયા.

ફડવેલ વાડી ફળિયા થી શામળા દેવ ફળીયા થઇ કણભઈ ભવાની ફળીયા ને જોડતો રસ્તો ખખડ ધજ બનતા વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠયા. અંદાજે 3 કિ.મી.જેટલો રસ્તો સાંકડો હોવાથી રાહદારીઓ માટે પણ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!