વાંસદા ઉનાઈ થી સોશિયલ મીડિયા પર સસ્તી પબ્લિસિટી મેળવવા ઉનાઈ પવિત્ર યાત્રાધામને ચીરહરણ કરતી પોસ્ટ મુકાઈ સાથે વાંસદા પોલીસ ની છબી પર પણ ઉભા કર્યા સવાલ.???

વાંસદા ઉનાઈ થી સોશિયલ મીડિયા પર સસ્તી પબ્લિસિટી મેળવવા ઉનાઈ પવિત્ર યાત્રાધામને ચીરહરણ કરતી પોસ્ટ મુકાઈ સાથે વાંસદા પોલીસ ની છબી પર પણ ઉભા કર્યા સવાલ.???
——
પવિત્ર ઉનાઈ ધામને મિની દમણ ચીતરનારો સોશિયલ મીડિયામાં @mini_vlog_unai પેજ પરથી વીડિયો અપલોડ કરી ઉનાઈની સંસ્કૃતિ અને મર્યાદાના લીરેલીરા ઉડાડવાની કોશિશ! જે ધાર્મિક આસ્થા ને આવા લોકો ઠેસ પોંહચાડી રહ્યા છે.

(સોશ્યિલ મીડિયા પણ જવાબદાર પ્લેટફોર્મ હોય છે જેને લોકો પોતાની પબ્લિસિટી માટે ગમેતેવો ખોટો ઉપયોગ કરે છે. એવા લોકો પર પોલીસે કડક કાર્યવાહી કરવી જોઈએ જેથી બીજા ને પણ સબક મળે તેવી લોક ચર્ચા.)
—–

સોશિયલ મીડિયા પર નફ્ફટાઈ અને સસ્તા પ્રોપગેન્ડા ચલાવીને ફેમસ થવાના ભૂત સવાર થયા છે.યાત્રાધામ ઉનાઈ જેવા પરમ પવિત્ર સ્થાને જ્યાં લાખો ભક્તોની શ્રદ્ધા અને મા અંબાના આશીર્વાદ જોડાયેલા છે, તેને સોશિયલ મીડિયાના કેટલાક શાનપટ્ટી કરતા તત્વો પોતાના સ્વાર્થ માટે બદનામ કરી રહ્યા છે.

તાજેતરમાં @mini_vlog_unai નામના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી આખા ઉનાઈ ગામનો એરિયલ વ્યુ (ડ્રોન શોટ) મૂકીને અત્યંત વાંધાજનક લખાણ લખવામાં આવ્યું છે. આ વ્લોગરે છાતી ઠોકીને લખ્યું છે કે, ઉનાઈ એટલે

“આપણું મિની દમણ! એક વાર ઉનાઈ આવી જજો,પછી મિની દમણ કેમ કહે છે એ સમજાઈ જશે!”

આ પોસ્ટ નો સીધો અર્થ દમણ માં જે મળે તે ઉનાઈ માં પણ મળશે એવુ કહેવાનો છે. તો આ પોસ્ટ મુકનારે કોઈ જાહેરાત કરી છે કે શુ.? એતો પોલીસ તપાસ માંજ ખબર પડશે.

આ લખાણ કોઈ સામાન્ય ભૂલ નથી, પણ પવિત્ર ભૂમિનું ઘોર અપમાન અને સ્થાનિક પોલીસ તંત્રના નાક નીચે કાયદાને ખુલ્લો પડકાર છે!દમણ એ કેન્દ્રશાસિત પ્રદેશ છે, જેની ઓળખ આલ્કોહોલ અને મોજ-મજાના અડ્ડા તરીકે થાય છે,જ્યારે ઉનાઈ એ શ્રદ્ધા, સંસ્કાર અને ભક્તિનું ધામ છે. પવિત્ર ઉનાઈને મિની દમણ કહીને આ વ્લોગર આખરે સમાજને અને પ્રવાસીઓને શું સંદેશ આપવા માંગે છે? શું અહીં કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ધમધમે છે જેનો આ વ્લોગર ખુલ્લેઆમ પ્રચાર કરી રહ્યો છે? જો એવું ન હોય તો પવિત્ર ધામને દમણ સાથે સરખાવવાની હિંમત આની થઈ કઈ રીતે?આવા તત્વો માત્ર પોતાની લાઈક અને ફોલોઅર્સ વધારવા માટે આખા પંથકની સંસ્કૃતિને દાવ પર લગાવી રહ્યા છે. આ સોશિયલ મીડિયાની પોસ્ટ સીધેસીધી સ્થાનિક પોલીસની કાર્યપ્રણાલી પર સવાલ ઉઠાવે છે. કાયદાનો ડર ન હોય તેમ આ વ્લોગરે હિંમત કરી છે. જો આવા સોશિયલ મીડિયાના કીડાઓ પર અત્યારથી જ લગામ કસવામાં નહીં આવે, તો આવનારા દિવસોમાં ધાર્મિક સ્થાનોની ગરિમા ધૂળમાં મળી જશે.

પ્રજામાં હવે એક જ ચર્ચા છે કે,પોલીસ પ્રશાસન ક્યાં સુધી આવા લુખ્ખા તત્વોની હરકતો પર આંખ આડા કાન કરશે? આ એકાઉન્ટ ચલાવનાર શખ્સને તાત્કાલિક દબોચીને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે એ જ ઉનાઈની પવિત્રતા માટે હિતાવહ છે.

પોલીસ માટે સવાલ; કાયદાનો ખોફ ક્યાં ગયો?*
સાયબર ક્રાઈમ અને સ્થાનિક પોલીસ ડિપાર્ટમેન્ટ માટે આ પોસ્ટ એક ખુલ્લો પડકાર સમાન છે. જાહેરમાં ઉનાઈને દમણ તરીકે પ્રમોટ કરનારા તત્વો પોલીસની આબરૂના લીરેલીરા ઉડાવી રહ્યા છે. શું પોલીસ આવા નબીરાઓ સામે કડક ગુનો નોંધી,કાયદાનો અસલી પાવર બતાવશે? ઉનાઈના સન્માન અને સુરક્ષા માટે આ વ્લોગરની કુંડળી શોધીને એને કાયદાના પાઠ ભણાવવા અત્યંત અનિવાર્ય બન્યા છે.

TODAY 9 SANDESH NEWS

અમિત મૈસુરીયા

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાસદા તાલુકા ના વનવિભાગ ના વિસ્તાર માં વધુ એક લાકડા ચોરી નો કિસ્સો સામે આવ્યો વનવિભાગે ગેર કાયદેસર ઝડપેલું લાકડું બીજા તાલુકા માં ઈટ ના ભટ્ટે કેવી રીતે વેચાયું?

વાંસદા તાલુકાના અંકલાછ વણઝારવાડી વિસ્તારમાં મહુડા ના ઝાડ અને અન્ય ઝાડ ની ગેરકાયદેસર રીતે કાપણી થઈ. મહુડા ના ઝાડ કાપવા કોઈ પરવાનગી ન હોવાની માહિતી મળતા મીડિયા કર્મી દ્વારા અંકલાછ…

વાંસદા તાલુકાના ભીનાર ગામ ના ખડકાળા ખાતે કાર્યરત શ્રીજી ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ સાયન્સ નામક કોલેજ સામે વલસાડ જિલ્લાની ત્રણ વિદ્યાર્થીનીઓએ કરી ફરીયાદ

વાંસદા તાલુકાના ભીનાર ગામ નાખડકાળા ખાતે કાર્યરત શ્રીજી ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ સાયન્સ નામક કોલેજ સામે વલસાડ જિલ્લાની ત્રણ વિદ્યાર્થીનીઓએ અસલ પ્રમાણપત્રો કબજામાં લીધા બાદ પરત ન આપતા હોવાના આક્ષેપ. સાથે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!