વાંસદા તાલુકાના ભીનાર ગામ નાખડકાળા ખાતે કાર્યરત શ્રીજી ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ સાયન્સ નામક કોલેજ સામે વલસાડ જિલ્લાની ત્રણ વિદ્યાર્થીનીઓએ અસલ પ્રમાણપત્રો કબજામાં લીધા બાદ પરત ન આપતા હોવાના આક્ષેપ. સાથે ફરીયાદ કરી.
——— ———————- 12 મી જૂને સીએમઓ માં ફરિયાદ કર્યા બાદ 13 મી જૂને વાંસદા પ્રાંત અધિકારી ડી આઇ પટેલ મામલતદાર અને પોલીસ મથકે ફરિયાદ કરી ન્યાય ની માંગ કરી છે
વાંસદા તાલુકાની એક નર્સિંગ કોલેજ સામે વિદ્યાર્થીનીઓના અસલ પ્રમાણપત્રો કબજે કરી લીધા હોવાના આક્ષેપ સાથે વિદ્યાર્થીનીઓએ કરી ફરિયાદ નર્સિંગ કોલેજ ચર્ચા ના ચકડોળે ચઢી .
” શિષ્યવૃત્તિ વિદ્યાર્થીઓના બેંક ખાતામાં જમા થાય તો તેને ઉપાડવા તેમની બેંક પાસબુક અને ચેક પણ કેટલાક વિદ્યાર્થીઓ ના કોલેજ માં કબજે લીધા ”
વલસાડ તાલુકાના અટગામ બાવીસા ફળિયાની કૃપાલીબેન ઇશ્વરભાઇ પટેલ, કપરાડા તાલુકાના સીલધા ગામની ભાવનાબેન લાહનુંભાઈ વસાવા અને ધરમપુર તાલુકાના નાનીઢોલ ડુંગરીના દાદરી ફળિયાના ગુંદનીબેન રાજેશ ભાઈ પટેલ નામક ત્રણ વિદ્યાર્થીનીઓએ સદભાવના સેવા ટ્રસ્ટ વાંસદા દ્વારા ખડકાળા ખાતે સંચાલિત શ્રીજી ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ સાયન્સ નામક નર્સિંગ કોલેજના ટ્રસ્ટી અતુલ બ્રહ્મભટ્ટ , કોલેજના પ્રિન્સિપાલ ગૌરવ અતુલ બ્રહ્મભટ્ટ અને કોલેજના વાઇસ પ્રિન્સિપલ પ્રિયંકા વસાવા ની સામે અસલ પ્રમાણપત્ર કબજે કર્યા હોવાની ફરિયાદ કરી છે
ફરિયાદ મા વિદ્યાર્થીનીઓએ જણાવ્યું છે કે તેવો એ પોતાના કેરિયર બનાવવા માટે જીએનએમ નો કોર્સ કરવાનું નક્કી કરી ખડકાળા ખાતે ચાલતી શ્રીજી ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ સાયન્સ કોલેજમાં ઈસવીસન 2022 માં એડમિશન લીધો હતો એડમિશન લેતી વખતે કોલેજના સંચાલકો વિદ્યાર્થીનીઓને મીઠી મીઠી વાતોમાં ફસાવી જીએમ નો કોર્સ પૂર્ણ થતા તેમને સરકારી નોકરી મળશે એમ જણાવી તેમના આસલ પ્રમાણપત્રો પોતાના કબજામાં લઈ લીધો હતો પરંતુ એડમિશન લીધા બાદ કોલેજ ની હકીકત સામે આવી હતી વિદ્યાર્થીનીઓએ જે કોર્સ માટે એડમિશન લીધું હતું તે કોર્સનો કોલેજમાં ક્લાસ ચાલતો જ ન હતો તેથી ઊલટું વિદ્યાર્થીઓને ગુજરાતીમાં શિક્ષણ આપવામાં આવતું હતું અને જ્યારે પરીક્ષા નો સમય આવ્યો ત્યારે કોલેજ સંચાલકો વિદ્યાર્થીનીઓને બેંગ્લોર પરીક્ષા આપવા માટે લઈ ગયા હતા અને ત્યાં પરીક્ષા અંગ્રેજીમાં લેવામાં આવી હતી ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીનીઓ ને અંગ્રેજીમાં પરીક્ષા આપવામાં આવતા વિદ્યાર્થીનીઓ પરીક્ષામાં નાપાસ થઈ હતી જે બાદ વિદ્યાર્થીનીઓએ કોલેજ સંચાલકો પાસે પોતાના અસલ પ્રમાણપત્રોની માંગ કરી હતી પરંતુ કોલેજ સંચાલકોએ વિદ્યાર્થીનીઓ પાસે રૂપિયા 30,000 જમા કર્યા બાદ અસલ પ્રમાણપત્રો આપવા જણાવતા વિદ્યાર્થીનીઓ ચિંતાતુર બની હતી
છેલ્લા બે વર્ષ કરતા વધારે સમયથી પોતાના કબ્જામાં રાખી રહેલ વિદ્યાર્થીઓના અસલ પ્રમાણપત્ર કોલેજ સંચાલકો ન આપતા ત્રણેય વિદ્યાર્થીનીઓએ આખરે કોલેજ વિરુદ્ધ બળવો કર્યો છે ફરિયાદ કરી કોલેજ ની પોલ ખુલ્લી પાડી છે .
હવે જોવાનું એ રહ્યું કે તંત્ર ના અધિકારી દ્વારા વિદ્યાર્થીનીઓના અસલ પ્રમાણપત્રો અપાવવામાં આવશે કે કોલેજ ના સંચાલકો ને છાવરી લેવામાં આવશે ? કે આ ફરીયાદ ના આધારે કોઈ દંડકીય પગલાં લઇ કાનુની કાર્યવાહી કરવામાં આવશે
TODAY 9 SANDESH NEWS
અમિત મૈસુરીયા-