વાસદા તાલુકા ના વનવિભાગ ના વિસ્તાર માં વધુ એક લાકડા ચોરી નો કિસ્સો સામે આવ્યો વનવિભાગે ગેર કાયદેસર ઝડપેલું લાકડું બીજા તાલુકા માં ઈટ ના ભટ્ટે કેવી રીતે વેચાયું?

વાંસદા તાલુકાના અંકલાછ વણઝારવાડી વિસ્તારમાં મહુડા ના ઝાડ અને અન્ય ઝાડ ની ગેરકાયદેસર રીતે કાપણી થઈ.
મહુડા ના ઝાડ કાપવા કોઈ પરવાનગી ન હોવાની માહિતી મળતા મીડિયા કર્મી દ્વારા અંકલાછ બીટ વનવિભાગ ની ચોકી એ ટેલિફોનીક તથા રૂબરૂ જઈ જાણ કરી હતી.

આ બાબતે અંકલાછ બીટ દ્વારા કાયદેસરની કામગીરી હાથ ધરી ખેડૂત ને દંડ ફટકાર્યો હતો. પરંતુ લાકડા ચોર ભાગી છૂટ્યા! લાકડા ચોર પર કેમ કોઈ કાર્યવાહી ન થઈ?જે લાકડાચોરે ઝાડ કાપ્યા હતા તે જ ઝાડ ના લાકડા વાહન માં ભરી માંડવખડક ગામમાં ઇંટના ભઠ્ઠા ના માલિક ને વેચ્યા. કોની પરવાનગી થી આ ગેરકાયદેસર કપાયેલા લાકડા વણઝારવાડી થી માંડવખડક ગામે ગયા.

શું ખેડૂત પર દંડ વસુલાત કરી કપાયેલા ઝાડ ને વનવિભાગ ના ડેપો માં જમા કરવા માં આવ્યું હશે? જો જમા થયા હોય તો સવાલ એ ઉભો થાય છે કે કપાયેલા ઝાડ ના લાકડા ઇંટના ભઠ્ઠે કોણે વેચ્યા? કોણ છે આ લાકડા ચોર કે વનવિભાગ માં જમા કરેલ ઝાડ ના લાકડાને પણ ઉપાડી ગયા.
આ જ મહુડાના ઝાડના લાકડા ઈંટ ના ભઠ્ઠે નજરે પડ્યા ત્યારે તાત્કાલિક અંકલાછ બીટ ના ઇન્ચાર્જ ફોરેસ્ટર રંજન ને ટેલિફોનીક જાણ કરવા વારંવાર ફોન લગાવવા છતાં મીડિયાકર્મી નો ફોન ન ઉપાડ્યો.
સવાલો ઘણા ઊભા થાય છે.શું અંકલાછબીટ ના જવાબદાર કર્મચારી ની લાકડાચોર સાથે મિલીભગત હશે ? જપ્ત કરેલ લાકડા અન્ય ગામ માં કેવી રીતે વેચાયા?

કોણે કાપ્યા અને કોણે વેચ્યા ખબર હોવા છતાં લાકડા ચોર પર રહમ નજર રાખવા માં આવી છે કેમ? વનવિભાગ પર શંકા ઉઠી છે.કારણ કે અંકલાછ બીટ ના ફોરેસ્ટર થી મીડિયા કર્મી નો ફોન ઉચકાતો નથી !

વનવિભાગના ઉચ્ચ અધિકારી જો આ બાબતે તપાસ હાથ ધરે તો ઘણી ગેરકાયદેસર લાકડાચોરી ઝડપાશે પરતું શું R.F.O કે D.F.O આ બાબતે તપાસ હાથ ધરશે કે કેમ? એ હવે જોવાનું રહ્યું.

TODAY 9 SANDESH NEWS

અમિત મૈસુરીયા

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદા તાલુકાના સતીમાળ ગામ માં પ્રાથમિક શાળા માં કમ્પાઉન્ડ નાં દિવાલ માં મસમોટો ભ્રષ્ટાચાર.

વાંસદા તાલુકાના સતીમાળ ગામ માં પ્રાથમિક શાળા માં કમ્પાઉન્ડ નાં દિવાલ માં મસમોટો ભ્રષ્ટાચાર. સતીમાળ ગામ માં પ્રાથમિક શાળા માં કમ્પાઉન્ડ નાં દિવાલ તૂટી પડે તો કોન્ટ્રાક્ટર પ્રાથમિક શાળા આચાર્ય…

વાંસદા તાલુકાના કુરેલીયા ગામના તાડ ફળિયામાં કાવેરા નદી તરફ જતો રસ્તા ની ઘણા વર્ષો થી બિસ્માર હાલત સ્થાનિકો ત્રાહિમામ.

વાંસદા તાલુકાના કુરેલીયા ગામના તાડ ફળિયામાં કાવેરા નદી તરફ જતો રસ્તો ઘણા વર્ષો થી બિસ્માર હાલતમાં છે — દર વર્ષે રસ્તા ના કારણે બીજી અનેક તકલીફો નો સામનો કરવા સ્થાનિકો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!