નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં મહુવાસ ખાતે ચાલતી શ્રી સત્ય સાંઈ લક્ષ્મી મોહન વિદ્યાલય માં શિક્ષણ જગત ને શર્મશાર કરતી ઘટના બની.

નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં મહુવાસ ખાતે ચાલતી શ્રી સત્ય સાંઈ લક્ષ્મી મોહન વિદ્યાલય માં શિક્ષણ જગત ને શર્મશાર કરતી ઘટના બની.

આરોપી દિશાંત ઠાકુરે દીકરી ને બોલાવી કપડાં ઉપર કરવા મજબુર કરી અશ્લીલ શારીરીક અડપલાં કરવા નો સમગ્ર મામલો પોલીસ મથકે જણાવતા નવસારી વાસદા પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી આરોપી ને જેલ ભેગો કરી કોર્ટમાં હાજર કર્યો

“બેટી બચાવો બેટી પઢાઓ” નું સરકાર નું સૂત્ર અહી ખોટું સાબિત થઈ રહયું હોય તેવું જણાય આવે છે.

નવસારી વાસદા પોલીસે ગુનો નોંધી આરોપી ને૧૯/૦૨/૨૦૨૬ ના રોજ રાત્રે 11:૦૦ કલાકે કાયદેસર ધરપકડ કરી અને તા.૨૦/૦૨/૨૦૨૬ ના રોજ દિશાંત ઠાકુર ને નામદાર સેશન્સ કોર્ટે તા. ૨૩/૦૨/૨૦૨૬ સુધી ચાર દિવસના રીમાન્ડ મંજૂર કર્યા છે.

ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૭૪, ૭૫(૧)(૧), ૭૬ તથા પોક્સો અધિનિયમ-૨૦૧૨ ની કલમ ૮, ૧૦, ૧૨, ૧૮ અને અનુસૂચિત જાતિ/જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

મહુવાસ ખાતે આવેલી શ્રી સત્યસાંઈ લક્ષ્મી મોહન વિદ્યાલય માં જે ધટના બની લોક મુખે ચર્ચા નો વિષય બન્યો આદિવાસી દિકરી શાળા સંકુલ માં જ સુરક્ષિત નથી ? તો શું આ આદિવાસી દિકરી ને ન્યાય મળશે? આવી ધટના અવારનવાર નવસારી અને ડાંગ જીલ્લા માં વિદ્યા મંદિર માં જ બને છે.જેના પુરાવા પોલીસ નોંધમાં જોવા મળે છે.

શિક્ષક કે સંચાલક ના જ દુષ્કર્મો ના ભોગ બનતી વિદ્યાર્નીઓ ની શાળા માં જ સુરક્ષા નથી. શિક્ષકો ના નામ પર કંલક છે આવા આરોપી શિક્ષક કે ગુરુ કહેવા ના લાયક નથી હોતા.શાળાના સંચાલકો જ આવી નીચી હરકત કરતા હોય તો કોના ભરોશે વાલી ઓ પોતાની દીકરી ને અભ્યાસ માટે મોકલાવશે.

નવસારી જિલ્લા પોલીસ દ્વારા હાલ કાયદેસર ની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

TODAY 9 SANDESH NEWS

અમિત મૈસુરીયા

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદા તાલુકાના સતીમાળ ગામ માં પ્રાથમિક શાળા માં કમ્પાઉન્ડ નાં દિવાલ માં મસમોટો ભ્રષ્ટાચાર.

વાંસદા તાલુકાના સતીમાળ ગામ માં પ્રાથમિક શાળા માં કમ્પાઉન્ડ નાં દિવાલ માં મસમોટો ભ્રષ્ટાચાર. સતીમાળ ગામ માં પ્રાથમિક શાળા માં કમ્પાઉન્ડ નાં દિવાલ તૂટી પડે તો કોન્ટ્રાક્ટર પ્રાથમિક શાળા આચાર્ય…

વાંસદા તાલુકાના કુરેલીયા ગામના તાડ ફળિયામાં કાવેરા નદી તરફ જતો રસ્તા ની ઘણા વર્ષો થી બિસ્માર હાલત સ્થાનિકો ત્રાહિમામ.

વાંસદા તાલુકાના કુરેલીયા ગામના તાડ ફળિયામાં કાવેરા નદી તરફ જતો રસ્તો ઘણા વર્ષો થી બિસ્માર હાલતમાં છે — દર વર્ષે રસ્તા ના કારણે બીજી અનેક તકલીફો નો સામનો કરવા સ્થાનિકો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!