આદિવાસીઓની કુળદેવી માવલી માતા અને બરામદેવનાં વર્ષો પછી સામુહિક દર્શન થતા ધરમપુરનાં સ્થાનિકોમાં ભારે હર્ષોલ્લાસ.
ધરમપુરમાં શ્રીમદ રાજચંદ્ર ટ્રસ્ટનાં મોહનગઢ ડુંગર પર આસુરા ગામનાં હદવિસ્તારમાં બિરાજમાન આદિવાસીઓના કુળદેવી માવલી માતાનાં સામુહિક દર્શન માટે ખેરગામનાં યુથલીડર અને જાણીતા ગોલ્ડ મેડલિસ્ટ સર્જન ડો.નિરવ ભુલાભાઇ પટેલની રાજચંદ્ર ટ્રસ્ટને અપીલ બાદ પ્રથમવાર અનુમતી મળતા પૂજારી સહીતનાં સ્થાનિકોમાં ભારે ખુશાલીનો માહોલ છવાયો હતો અને વાતાવરણ ભક્તિભાવમય બન્યું હતું.ગ્રામજનોનાં જણાવ્યા અનુસાર અહીંયા બાપદાદાઓના સમયથી માવલીમાતા અને બરામદેવની પૂજા થતી આવેલ હતી પરંતુ શ્રીમદ રાજચંદ્ર ટ્રસ્ટનાં આવ્યા બાદ ગ્રામજનોને આવાગમન માટે પ્રતિબંધ મુકાવાથી રાજવીકાળથી ચાલતી આવેલ નિયમિત પૂજાવિધિ બંધ થઇ ગયેલ છે અને માત્ર આઠમનાં દિવસે 2-3 ભગતોને જ મંજૂરી મળી રહી છે.શરૂઆતમાં 2 વર્ષસુધી શ્રીમદ રાજચંદ્ર ટ્રસ્ટ દ્વારા પૂજાવિધિ કરવા સવલતો પુરી પાડવામાં આવતી હતી પરંતુ 2 વર્ષ પછી અચાનક જ રસ્તો બંધ કરી દેવામાં આવતા ધાર્મિક લાગણીઓ દુભાઈ છે.આ બાબતે મીડિયા સાથેની વાતચીતમાં ડો.નિરવ પટેલે જણાવ્યું હતું કે દેશના રાષ્ટ્ર્રપિતા મહાત્મા ગાંધીજી જેમને પોતાના આધ્યાત્મિક ગુરુ માનતા એવા શ્રીમદ રાજચંદ્રજી પોતે એક કવિ,તત્વજ્ઞ,આધ્યાત્મિક ચિંતક તેમજ સમાજ સુધારક હતા.ગાંધીજીની અહિંસા અને સત્યની ફિલસૂફી પર શ્રીમદજીનાં વિચારોનો ઘણો ઊંડો પ્રભાવ હતો.તેઓ હમેશા સર્વધર્મ સમભાવમાં માનતા હતા.ઘણાવર્ષો બાદ સામુહિક પૂજા કરવાની મંજૂરી મળતા સ્થાનિકોમાં ભારે ખુશીઓનો માહોલ જોવા મળ્યો છે આથી અમારી ટ્રસ્ટને લાગણીશીલ અપીલ છે કે ભાવિક ભક્તોને માવલીમાતા,બરામદેવ અને હનુમાનદાદાના દર્શનથી વંચિત નહીં રાખી પૂજા કરવા માટે દેવથાનકનાં દર્શનની કાયમ માટે મંજૂરી આપી દેવામાં આવે તો ધરમપુર પંથકમાં કોમીએખલાસનું પ્રશંસનીય ઉદાહરણ ઉભું થશે.કારણકે ધરમપુર તાલુકો આદિવાસી બહુલ્ય વસ્તી ધરાવતો દુર્ગમ અને લાગણીશીલ લોકોથી બનેલો વિસ્તાર છે અને શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલમાં સારવાર લેનાર મહતમ દર્દીઓ પણ આદિવાસી સમાજના અને હિંદુ ધર્મના લોકો જ છે તો તમામની ધાર્મિક લાગણીઓને માન આપી માવલી માતા,બરામદેવ અને હનુમાનદાદાનાં દર્શન કરવાની શ્રીમદ રાજચંદ્ર ટ્રસ્ટ દ્વારા છૂટ આપી હિંદુ ધર્મનાં અને આદિવાસી સમાજનાં હિતેચ્છુ હોવાની છાપ વધુ પ્રબળ બનાવશે તેમજ ભાવિક ભક્તોને મંદિર બનાવવામાં પણ ટ્રસ્ટ તરફથી બહોળો સહયોગ પ્રાપ્ત થશે એવી અમે અપેક્ષા રાખ્યે છીએ.તેમજ ભવિષ્યમાં સર્વસંમતિથી નિર્વિવાદ મંદિર બનાવવાનું થાય ત્યારે આદિવાસી સમાજના લોકોને પરિવારદીઠ “એક ઈંટ,એક રૂપિયો અને અનાજના દાણા” આપશે એવી અપેક્ષા રાખ્યે છીએ.આ કાર્યક્રમમાં નરેશભાઈ પટેલ,સુરેશભાઈ પટેલ,મુકેશભાઈ પટેલ,રાકેશભાઈ,ધર્મેશભાઈ,રાજેશભાઈ,કાર્તિક,મોહનભાઇ રૂપજીભાઈ,રતુભાઇ,ગોવિંદભાઇ,રમેશભાઈ,સુરેશભાઈ વલ્લભભાઈ,ચીમનભાઈ વલ્લભભાઈ,હિતેષભાઇ મનોજભાઈ,ધનેશભાઈ બાબુભાઇ,મણિલાલભાઈ,કમલેશભાઈ,જીતેન્દ્રભાઈ,છનુભાઈ,જયેશભાઇ, ધર્મેશભાઈ,હિતેષભાઇ રમેશભાઈ,બિપીનભાઈ ભાણાભાઈ,સુનિલભાઈ દિનેશભાઇ,ચંપકભાઈ ભરતભાઈ,શૈલેષભાઇ મગનભાઈ, રાજેશભાઈ છોટુભાઈ,રમેશભાઈ નગીનભાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
TODAY 9 SANDESH NEWS
રિપોર્ટર
ભુપેન્દ્ર પટેલ
ખેરગામ
