
વાંસદા ખાતે “વિઝન લાઇબ્રેરી અને બુક સ્ટોર”નું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
વાંસદા:
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને આધુનિક તેમજ પ્રેરણાદાયક અભ્યાસનું માહોલ પૂરૂં પાડવા હેતુસર વાંસદા ખાતે “વિઝન લાઇબ્રેરી અને બુક સ્ટોર”નું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું।

કાર્યક્રમમાં મુખ્ય અતિથી તરીકે તાલુકા ભાજપ સંગઠન ઉપપ્રમુખ ચંદ્રકાંતભાઈ તથા રાકેશભાઈ શર્માએ રિબીન કાપીને લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કર્યું હતું.
આ અવસરે તાલુકા પ.સભ્ય યોગેશભાઈ દેસાઈ અને હનુમાનબારી ગામના સરપંચ રાકેશભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ડો. લોચન શાસ્ત્રી (સંગઠન મહામંત્રી)એ પણ લાઇબ્રેરીની મુલાકાત લઈને વિદ્યાર્થીઓને ઉપયોગી બનશે તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી.

તેમજ ઉપસ્થિત ઉપરોક્ત મહાનુભાવો સરાહનિય કાર્યને બિરદાવી શુભેચ્છા પાઠવી હતી
વિઝન લાઇબ્રેરીમાં વિદ્યાર્થીઓ માટે પર્સનલ ડેસ્ક, ફ્રી વાઇ-ફાઇ, એસી, ચાર્જિંગ પોઇન્ટ, શુદ્ધ પીવાનું પાણી જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
કાર્યક્રમમાં ઉપસ્થિત આગેવાનો, ગ્રામજનો તથા વિદ્યાર્થીઓએ લાઇબ્રેરી સંચાલકોને ભાવિ વિકાસ માટે શુભકામનાઓ પાઠવી હતી.
વાંસદા ખાતે “વિઝન લાઇબ્રેરી અને બુક સ્ટોર”નું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
TODAY 9 SANDESH NEWS
અમિત મૈસુરીયા
