વાંસદા રંગપુર પ્રા શાળાએ 2019 થી 2025 દરમ્યાન કુલ ચાર વખત ઇનોવેશન અને કેસ સ્ટડીઝ NIEPA ખાતે રજૂ કરવાનો ગૌરવ મેળવ્યો.

રાષ્ટ્રીય શિક્ષણ વર્કશોપમાં રંગપુર શાળાની ઇનોવેટિવ પ્રતિભા ઝળકી, ગુજરાત ગૌરવવાન બન્યું

ગુણવત્તાસભર શિક્ષણમાં ગુજરાતનું મોડેલ — રંગપુર શાળા રાષ્ટ્રીય મંચ પર તેજસ્વી અને આકર્ષક રહ્યું

રંગપુર પ્રા શાળાએ 2019 થી 2025 દરમ્યાન કુલ ચાર વખત ઇનોવેશન અને કેસ સ્ટડીઝ NIEPA ખાતે રજૂ કરવાનો ગૌરવ મેળવ્યો છે.

રાષ્ટ્રીય શૈક્ષણિક આયોજન અને પ્રશાસન સંસ્થાન (NIEPA), નવી દિલ્હી દ્વારા 24 થી 28 નવેમ્બર દરમિયાન યોજાયેલ National Consultative Workshop: Exploring Alternative Methodologies in School Education માં દેશના વિવિધ રાજ્યોમાંથી વિકલ્પ શિક્ષણ, ગુરૂકુળ, મુક્ત શાળા અને હોમસ્કૂલિંગ સંચાલકો તથા માત્ર ત્રણ પસંદગીબદ્ધ સરકારી શાળાઓએ પોતાની ઇનોવેટિવ પ્રેક્ટિસિસ રજૂ કરી હતી.
આ રાષ્ટ્રીય સ્તરના સેમિનારમાં મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાંથી માત્ર એક-એક સરકારી શાળાને આમંત્રિત કરવામાં આવી હતી. ગુજરાતમાંથી નવસારી જિલ્લાના વાંસદા તાલુકાની રંગપુર પ્રાથમિક શાળાની અનોખી પસંદગી થતા રાજ્ય માટે ગૌરવની લાગણી ઊભી થઈ છે.
શાળાના મુખ્ય શિક્ષક નીતિન પાઠકે રંગપુર શાળાની શૈક્ષણિક નવીનતાઓ, બાળક કેન્દ્રિત અભિગમ, સમુદાય જોડાણ અને ગુણવત્તાસભર શિક્ષણ માટે હાથ ધરાયેલા ઇનોવેટિવ પ્રયોગોની રજૂઆત રાષ્ટ્રીય મંચ પર કરી હતી. તેમની રજૂઆતને શિક્ષણવિદો તથા NIEPAના નિષ્ણાતોએ વિશેષ પ્રશંસા આપી હતી.
ખાસ નોંધનીય છે કે રંગપુર શાળાએ 2019 થી 2025 દરમ્યાન કુલ ચાર વખત પોતાના ઇનોવેશન અને કેસ સ્ટડીઝ NIEPA ખાતે રજૂ કરવાનો ગૌરવ મેળવ્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં હોવા છતાં આ શાળા સતત નવીનતા, પ્રયોગશીલતા અને અસરકારક અમલીકરણથી રાષ્ટ્રીય સ્તરે આગવી ઓળખ બનાવી રહી છે.
પાંચ દિવસીય આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિકલ્પ શિક્ષણ પદ્ધતિઓને સમજવું, સફળ પ્રયોગોને રાષ્ટ્રીય સ્તરે શેર કરવાનું અને શિક્ષણ ક્ષેત્રે નવા માર્ગોને પ્રોત્સાહિત કરવાનું હતું.
NIEPA તથા વિવિધ રાજ્યોના નિષ્ણાતોએ રંગપુર શાળાની કામગીરીને પ્રેરણાદાયી, અનુસરણયોગ્ય અને રાષ્ટ્રીય સ્તરે મોડેલરૂપ ગણાવી હતી.
રંગપુર શાળા તથા ગામ માટે આ ગૌરવપૂર્ણ ક્ષણ છે કે શાળાએ ચાર વખત પોતાની ઇનોવેટિવ પ્રેક્ટિસિસ રાષ્ટ્રીય મંચ ઉપર રજૂ કરી રાજ્ય અને જિલ્લાનું નામ ઉજ્જવળ કર્યું છે.

TODAY 9 SANDESH NEWS

અમિત મૈસુરીયા

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

ભારત સેવાશ્રમ સંઘ ગંગપુર સંચાલિત શ્રીયમ એમ પી કાપડિયા વિદ્યામંદિર ગંગપૂર શાળા ખાતે વાનગી સ્પર્ધા યોજવામાં આવી

ભારત સેવાશ્રમ સંઘ ગંગપુર સંચાલિત શ્રીયમ એમ પી કાપડિયા વિદ્યામંદિર ગંગપૂર શાળા ખાતે વાનગી સ્પર્ધા યોજવામાં આવી ભારત સેવાશ્રમ સંઘ ગંગપુર સંચાલિત શ્રીયમ એમ પી કાપડિયા વિદ્યામંદિર ગંગપૂર શાળા ખાતે…

વાંસદા ખાતે “વિઝન લાઇબ્રેરી અને બુક સ્ટોર”નું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

વાંસદા ખાતે “વિઝન લાઇબ્રેરી અને બુક સ્ટોર”નું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું. વાંસદા: સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને આધુનિક તેમજ પ્રેરણાદાયક અભ્યાસનું માહોલ પૂરૂં પાડવા હેતુસર વાંસદા ખાતે “વિઝન લાઇબ્રેરી અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!