
ભારત સેવાશ્રમ સંઘ ગંગપુર સંચાલિત શ્રીયમ એમ પી કાપડિયા વિદ્યામંદિર ગંગપૂર શાળા ખાતે વાનગી સ્પર્ધા યોજવામાં આવી
ભારત સેવાશ્રમ સંઘ ગંગપુર સંચાલિત શ્રીયમ એમ પી કાપડિયા વિદ્યામંદિર ગંગપૂર શાળા ખાતે આજ રોજ નવા વર્ષની શુભ શરૂઆત સાથે વિદ્યાર્થીઓ ને સારો આરોગ્યપ્રદ ખોરાક મળી રહે અને વર્ષ દરમિયાન તેમનું આરોગ્ય જળવાઈ રહે તે ઉદેશ થી વાનગી સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સંસ્થાના મંત્રી સ્વામીશ્રી વિશ્વરૂપાનંદજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા તેમજ શાળા ના ડાયરેક્ટર શ્રી કિશોર પટેલ માધ્યમિક શાળા ના આચાર્ય શ્રી મણિલાલ પટેલ તેમજ પ્રાથમિક શાળાના આચાર્ય હિમ્મત ચૌહાણ કેમ્પસ ડાયરેક્ટર ભાવેશ પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં
શાળાના પ્રાથમિક વિભાગ ના બાળકો દ્વારા વિવિધ પ્રકારની વાનગી જેવી કે મેથીના પુળા ઉંબાડિયું મેથી પાલક ના ઢોકળા બટાકા વડા ગાજર નો હલવો નાગલી નો શીરો કેક પાઉંભાજી વડા પાઉ તલના લાડુ સિંગના લાડુ કોપરા ના લાડુ તેમજ મોમોસ પાણી પૂરી મેથી પાલક ના ભજીયા તેમજ વિવિધ આરોગ્યપ્રદ વાનગી બનાવી ઉત્સાહ ભેર ભાગ લીધો હતો
નિર્ણાયક તરીકે પ્રિયંકાબેન,તૃપ્તિ બેન, મીતિશાબેન, બકુલાબેન તેમજ પ્રીતિબેન રહ્યા હતા બાળકો એ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો તેમજ આ કાર્યક્રમ ના અંતે શાળાના તમામ વિદ્યાર્થીઓ ને શાળા પરિવાર તરફથી ભેલ પૂરી ખવડાવવા માં આવી હતી આ સમગ્ર કાર્યક્રમ નું સંચાલન શાળાના શિક્ષક ટ્વિંકલ ભાઈ તેમજ કલ્પેશભાઈ જીતેન્દ્ર ભગરિયા તેમજ ધનસુખભાઈ એ કર્યું હતું.
TODAY 9 SANDESH NEWS
અમિત મૈસુરીયા
