વાંસદા તાલુકા ના રંગપુર પ્રાથમિક શાળાના ભવ્ય પટેલની ISRO વૈજ્ઞાનિક કાર્યક્રમ માટે પસંદગી

રંગપુરના ભવ્ય પટેલની ISRO વૈજ્ઞાનિક કાર્યક્રમ માટે પસંદગી

અવકાશ ,સંશોધન અને STEM તાલીમનો સુવર્ણ અવસર બનશે
વાંસદા તાલુકાની રંગપુર પ્રાથમિક શાળાના ધોરણ–8ના પ્રતિભાશાળી વિદ્યાર્થી ભવ્ય રોહિતભાઈ પટેલને ISRO દ્વારા આયોજિત પ્રતિષ્ઠિત 10 દિવસીય વૈજ્ઞાનિક તાલીમ કાર્યક્રમ માટે પસંદગી મળવી સમગ્ર જિલ્લામાં ગૌરવની લાગણી જગાવે છે.

ગુજરાત કાઉન્સિલ ઑન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST), ગાંધીનગર અને ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)ના સ્પેસ એપ્લિકેશન સેન્ટર (SAC), અમદાવાદ દ્વારા સંયુક્ત રીતે યોજાયેલા આ રાષ્ટ્રીય કક્ષાના વૈજ્ઞાનિક રહેણાંક કાર્યક્રમ માટે ભવ્ય પટેલના ઉત્તમ ‘ગ્રીન કોલ’ પ્રોજેક્ટની પસંદગી કરવામાં આવી છે.
15 નવેમ્બરથી 23 નવેમ્બર દરમિયાન SAC–ISRO કેમ્પસ, અમદાવાદ ખાતે ચાલતા આ સઘન કાર્યક્રમમાં ભવ્ય પટેલ નવસારી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે. અહીં વિદ્યાર્થીઓને
અવકાશ વિજ્ઞાન ,ઉપગ્રહ ,ટેક્નોલોજી
સંશોધન પદ્ધતિઓ
ભાવિ મિશનો અવકાશ ટેકનોલોજીની દૈનિક જીવનમાં અસર STEM કારકિર્દી વિશે માર્ગદર્શન વિશે ઊંડું સૈદ્ધાંતિક તેમજ પ્રાયોગિક જ્ઞાન મળી રહ્યું છે. ISRO જેવી અગ્રણી અવકાશ સંસ્થા ખાતે વૈજ્ઞાનિકો સાથે પ્રત્યક્ષ મુલાકાત અને તાલીમ મેળવવી વિદ્યાર્થીઓ માટે અત્યંત દુર્લભ, પ્રેરણાદાયી અને ભવિષ્ય ઘડતરરૂપ તક છે.
ભવ્યની આ સિદ્ધિએ સમગ્ર જિલ્લાનું નામ રોશન કર્યું છે. રંગપુર પ્રાથમિક શાળા પરિવાર અને શાળાના આચાર્ય નીતીન ભાઈ પાઠકે ભવ્યને હાર્દિક અભિનંદન પાઠવતા જણાવ્યું કે
આ સિદ્ધિ ભવ્ય સાથે સાથે સમગ્ર વિસ્તારના બાળકોને પ્રેરણા આપશે અને STEM ક્ષેત્રે નવી પેઢી આગળ વધશે.

TODAY 9 SANDESH NEWS

અમિત મૈસુરીયા.

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

નવસારી જિલ્લાના શિક્ષણ જગતમાં એક નવો વિવાદ શાળાના બે શિક્ષકોની નિયમ વિરુદ્ધ બદલી બાબતે જી. કલેક્ટર ને આપ્યુ આવેદનપત્ર.

ગણદેવી તાલુકાની સોનવાડી પ્રાથમિક શાળાના બે શિક્ષકોની નિયમ વિરુદ્ધ બદલીથી વિવાદ DPEO કરતા DDOની ભૂમિકા સામે ઉઠ્યા સવાલો.??? સોનવાડી ગામે પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા બે શિક્ષકો પર કિન્નાખોરી રાખી કામગીરી…

શિક્ષણ કમિશનર રુચિત રાજે રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓ ડીઈઓને તાકીદનો આદેશ કર્યો છે. – જેમાં સ્પષ્ટ જણાવામાં આવ્યું છે કે, ગેરહાજર રહેલા વિદ્યાર્થીઓ ખરેખર કોણ છે? તેમના એડમિશનની સ્થિતિ શું છે? શંકાસ્પદ શાળાઓની ગ્રાન્ટ કાપવા સુધીના કડક પગલાં લેવાની પણ તૈયારી દર્શાવાઈ.

અમિત મૈસુરીયા. TODAY 9 SANDESH NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!