ઉનાઈ ગ્રામપંચાયત દ્વારા 1,36,53,444 લાખના વિકાસના કામોનું ખાતમહુર્ત ધારાસભ્ય અનંતભાઈ પટેલના હસ્તે કામોનું ખાતમહુર્ત.

ઉનાઈ ગ્રામપંચાયત દ્વારા 1,36,53,444 લાખના વિકાસના કામોનું ખાતમહુર્ત

ધારાસભ્ય અનંતભાઈ પટેલના હસ્તે કામોનું ખાતમહુર્ત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત

વાંસદા તાલુકાના વિકાસની હરણફાળ ભરતું ઉનાઈ ગામ ખાતે ધારાસભ્ય અનંત પટેલ,સરપંચ મનીષભાઈ પટેલ,ડેપ્યુટી સરપંચ ધવલભાઈ ઢીમ્મર અને મોટી સંખ્યામાં ગ્રામજનોની ઉપસ્થિતિમાં ઉનાઈ/ચરવી ખાતે 1,36,53,444 (એક કરોડ છત્રીસ લાખ ત્રેપ્પન હજાર ચારસો ચુમાલીસ ) લાખના વિકાસના વિકાસના કામોનું ખાતમહુર્ત કરવામાં આવ્યું જને લઈ ચરવી સ્વામિનારાયણ મનદીરના પટાંગણમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

જેમાં ગ્રામ પંચાયતના સરપંચ સભ્યો તેમજ ધારાસભ્ય અને ગામ આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં ગામના આગેવાનોના જણાવ્યા પ્રમાણે ઉનાઈ ગ્રામપંચાયતની બોડી અને સરપંચ અને ઉપ સરપંચની આવડત અને કોઠાસૂઝને લઈ ત્રણ વર્ષમાં ઉનાઈ ગામની કાયાપલટ થવા પામી છે તેમજ ધારાસભ્ય સાથે ઉનાઈ ગ્રામ પંચાયતના સંકલનને લઈ એક કરોડથી વધુને કામોને મંજૂરી અને વહીવટી મંજૂરી મળી જતા ગામના રસ્તાઓ અને પાણીની તેમજ અનેક સુવિધાઓ ઉભી થવા જઈ રહી હોવાને લઇ ગ્રામજનો દ્વારા ધરસભ્ય અને નવ યુવાન સરપંચ અને બોડીનો આભાર માન્યો હતો.

ઉનાઈ/ચરવી ખાતે મોટાભાગના રસ્તાઓ ,સ્મશાનભુમિ,ડંપિંગસાઈડ પર રિસાયકલ મશીન ,સામુહિક સૌચાલ્ય,પીવાના પાણીની ટાંકી ,રસ્તાઓ પર ગરનાળા જેવા અનેક કામોના ખાતમહુર્ત કરવામાં આવતા ઉનાઈ/ચરવીની જનતામાં ખુશીની લહેર જોવા મળી હતી આ કાર્યક્રમ પસંગે ઉપસ્થિત ધારસભ્ય અનંત પટેલ, સરપંચ મનીષભાઈ પટેલ,ડેપ્યુટી સરપંચ ધવલભાઈ પટેલ,આદિવાસી ઉનાઈ વિભાગ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ,મયુરભાઈ પટેલ(સિંણધઈ) તેમજ આદિવાસી સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહી નાઇરિયેલ વધેરી ખાતમહુર્ત કરી તમામ ઉપસ્થિતોએ સાથે ભોજન લીધું હતું

TODAY 9 SANDESH NEWS

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદા તાલુકામાં વાટી ગામે રૂ. ૧૬.૦૦ કરોડના પુલ ના કામ નું ભવ્ય ખાતમુહૂર્ત કરાયું. આઝાદી બાદ વાટી ગામ ના સ્થાનિકો ને આઝાદી ની અનુભૂતિ.

વાંસદા તાલુકામાં વાટી ગામે રૂ. ૧૬.૦૦ કરોડના કામ નુ ભવ્ય ખાતમુહૂર્ત કરાયું “આઝાદી પછી ખરેખર આજે વાટી ગામ ખરા અર્થમાં આઝાદ થયો મારા માટે આ ઐતિહાસિક ક્ષણ છે “– સાંસદ…

વિશ્વ મહિલા દિવસ નિમિત્તે વાંસદા તાલુકામાં આંગણવાડી કેન્દ્રોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું.

વિશ્વ મહિલા દિવસ નિમિત્તે વાંસદા તાલુકામાં આંગણવાડી કેન્દ્રોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું — વાંસદા તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ દિપ્તીબેન પટેલ ના હસ્તે વિકાસને મળ્યો નવો વેગ વિશ્વ મહિલા દિવસની ઉજવણીના…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!